>
Saturday, March 28, 2026

વડાલી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને ત્રણ મહિનાની કેદ

વડાલી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને ત્રણ મહિનાની કેદ

 

રૂા. 4.50 લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને 3 માસની કેદ..

 

વળતર ચૂકવવાનો કોર્ટનો હુકમ

 

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ નોંધપાત્ર ચુકાદો આપતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટએ ચેક બાઉન્સ કેસમાં આરોપીને 3 માસની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદીને રૂા. 4.50 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.

કેસની વિગતો મુજબ, વડાલીના ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા અને જમીન-પ્લોટની દલાલી વ્યવસાય સાથે સંકળાયેલા હેમંતકુમાર નારણદાસ રાવલ અને તાલુકાના મેધ ગામના અનિલભાઈ મોતીભાઈ વણકર વચ્ચે અગાઉથી ઓળખાણ અને મિત્રતા હતી. આ દરમિયાન આરોપીએ પોતાના અંગત તેમજ ધંધાકીય જરૂરિયાત માટે ફરિયાદી પાસેથી રૂા. 4.50 લાખ ઉછીના લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, ઉછીની રકમ પરત આપવા માટે આરોપીએ એક્સિસ બેંક, ઈડર શાખાનો તારીખ 06 મે 2025 નો રૂા. 4.50 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ ફરિયાદીએ તે ચેક બેંક ઓફ બરોડા, વડાલી ખાતે જમા કરાવતા “Account Closed” કારણસર પરત ફર્યો હતો.

પછી ફરિયાદીએ વારંવાર ઉઘરાણી કરવા છતાં રકમ પરત ન મળતાં એડવોકેટ મારફતે લીગલ નોટિસ પાઠવી હતી. તેમ છતાં આરોપી તરફથી સંતોષકારક પ્રતિસાદ ન મળતા અંતે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વડાલી કોર્ટમાં ચાલેલા ટ્રાયલ દરમિયાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુનિલકુમાર એમ. પટેલે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓનું વિશ્લેષણ કરીને આરોપી દ્વારા વિશ્વાસઘાત થયેલો હોવાનું નોંધ્યું હતું. કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ ગુનો સાબિત ગણાવ્યો હતો.

અંતે, કોર્ટે આરોપી અનિલભાઈ મોતીભાઈ વણકરને 3 માસની સાદી કેદની સજા ફટકારી અને ફરિયાદી હેમંતકુમાર રાવલને રૂા. 4.50 લાખ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores