>
Tuesday, June 16, 2026

વિશ્વ પડકારો વચ્ચે અડીખમ ભારત : વાવ-થરાદમાં વિકાસનો નવો યુગ શરૂ

*વિશ્વ પડકારો વચ્ચે અડીખમ ભારત : વાવ-થરાદમાં વિકાસનો નવો યુગ શરૂ*

 

નવરચિત વાવ-થરાદ જિલ્લો વિકાસની અનેરી ચેતના અને સુખાકારીના રંગે રંગાઈ ગયો છે. દેશ અને વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધજન્ય તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત મજબૂત નેતૃત્વ હેઠળ અડીખમ ઉભું રહી વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે.

આ ઐતિહાસિક પ્રસંગે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આશરે રૂ. 19,800 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્ય માટે વિકાસનો માઈલસ્ટોન સાબિત થશે.

 

ક્લીન અને ગ્રીન એનર્જી, ધરતીપુત્ર ખેડૂતો માટે મજબૂત સિંચાઈ વ્યવસ્થા, આધુનિક રેલવે નેટવર્કના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ, આવાસ યોજનાઓ તેમજ યુવાનો માટે આધુનિક સ્પોર્ટ્સ સુવિધાઓ — આવા અનેકવિધ વિકાસકાર્યો જનસુખાકારીમાં અભૂતપૂર્વ વધારો લાવશે.

 

વાવ-થરાદ વિસ્તારના નાણી ખાતે માનનીય વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની ક્ષણ બની. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના આદરણીય અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને સતત પ્રયાસોથી આ વિસ્તારને રાષ્ટ્રીય વિકાસના નકશામાં વિશેષ સ્થાન મળ્યું છે.

શંકરભાઈ ચૌધરી અને વડાપ્રધાનશ્રી વચ્ચેનો પ્રેમ અને લોકો પ્રત્યેની લાગણી આજે વિકાસરૂપે પ્રતિબિંબિત થઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સમન્વયભાવનાથી વાવ-થરાદ વિકાસના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે.

 

વિશ્વમાં યુદ્ધ અને આર્થિક પડકારો વચ્ચે ભારત આજે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યું છે. “આત્મનિર્ભર ભારત”ના વિઝન હેઠળ ઊર્જા ક્ષેત્રમાં પણ ક્રાંતિ સર્જાઈ રહી છે. ગાયના સાણ (ગોબર)માંથી ઉત્પન્ન થતો બાયો-CNG ગેસ અને તેમાંથી ચાલતી ગાડીઓનું ઉત્પાદન — પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવતું અને સ્વદેશી ઊર્જા તરફ ભારતના પ્રયાણનું ઉત્તમ ઉદાહરણ છે.

 

આ વિકાસયાત્રા માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતી સીમિત નથી, પરંતુ ગામડાં, ખેડૂત, યુવાનો અને સામાન્ય નાગરિકના જીવનમાં સમૃદ્ધિ લાવવાનો રાષ્ટ્રીય સંકલ્પ છે.

 

વાવ-થરાદ જિલ્લાનો આજનો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે — જ્યાં વિકાસ, વિશ્વાસ અને રાષ્ટ્રપ્રેમનો સંગમ જોવા મળ્યો.

પત્રકાર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ રાહ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores