ઈડરના કડિયાદરા માં ગેસ એજન્સી ની મનમાની
ડિલિવરી ચાર્જ છતાં મહિલાઓ બાટલો માથે મુકવા મજબૂર બની
ઈડરના કડીયાદરામાં જલારામ ગેસ એજન્સીની મનસ્વી કામગીરી અને પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા હવે પરાકાષ્ઠા વટાવી રહી છે. ગામમાં ગેસ એજન્સી દ્વારા ઘર સુધી સિલિન્ડર પહોંચાડવાની ફરજ હોવા છતાં ડિલિવરી વાહન ગામના ચોક કે નાકે જ ઊભું રાખવામાં આવે છે. પરિણામે ગ્રાહકોને દોઢથી બે કિલોમીટર સુધી ગેસ સિલિન્ડર માથે ઊંચકી પોતાના ઘરે લઈ જવું પડે છે. ગામના જાગૃત નાગરિકોએ ચેતવણી આપી છે
કે, અમે નિયમ મુજબ ચૂકવણી કરીએ છીએ, તો અમને યોગ્ય સેવા મળવી જ જોઈએ. આગામી બે-ત્રણ દિવસમાં હોમ ડિલિવરી સુનિશ્ચિત તેવી લોકો માંગ કરી રહ્યા છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


