>
Sunday, April 5, 2026

વડાલીના નવાનગર આરોગ્ય કચેરીમાંથી કોમ્પ્યુટર તથા પાણીની મોટર ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી LCB પોલીસ ટીમ..

વડાલીના નવાનગર આરોગ્ય કચેરીમાંથી કોમ્પ્યુટર તથા પાણીની મોટર ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી LCB પોલીસ ટીમ..

 

 

એલ.સી.બી.હિંમતનગર નાઓની રાહબરી હેઠળ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ ઉકેલી કાઢવા સારુ એલ.સી.બી.સ્ટાફના ટીમના માણસો તા.૦૪/૦૪/૨૦૨૬ નારોજ સરકારી વાહનમાં હિંમતનગરથી ઇડર બાજુ પેટ્રોલીગમાં નીકળેલ હતા.દરમ્યાન ઘાણધા રેલ્વે ફાટક પાસે પહોંચતાં આ.હે.કો. દેવરાજભાઈ ખીમજી તથા આ.પા.કો. રાજેન્દ્રકુમાર શંભુભાઈ નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, “આજથી સાડા ત્રણ વર્ષ પહેલા વડાલીના નવાનગર ગામે આવેલ આરોગ્ય કચેરીમાંથી કોમ્પુટરોની ચોરી થયેલ જે ચોરી નવાનગર ગામના અજયકુમાર અશોકભાઈ થોરી તથા ધવલકુમાર ઉર્ફે ડીજે જગદિશભાઈ સોલંકી નાઓએ કરેલ છે.અને તેઓ કોમ્પ્યુટરનો સામાન થેલાઓમાં લઇ વીરપુર બાયપાસ રોડ પાસે ઉભા છે.અને તેમાં એક ઇસમે શરીરે કાળા કલરનું સફેદ લાઈનીગવાળુ શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે.તથા બીજા ઇસમે કાળા કલરની જરશી તથા રાખોડી રંગની નાઇટી પહેરેલ છે.” જે હકીકત આધારે વીરપુર બાયપાસ રોડે જતાં બાતમીવાળા ઇસમો ઉભા હોય જેઓના નામ પુછતા અજયકુમાર સ/ઓ અશોકભાઈ પુંજાભાઈ થોરી ઉવ.૨૧ તથા બીજાનું નામ ધવલકુમાર ઉર્ફે ડીજે સ/ઓ જગદિશભાઈ મણાભાઈ સોલંકી ઉવ.૨૩ બન્ને રહે.નવાનગર તા.વડાલી જી.સાબરકાંઠાના હોવાનુ જણાવેલ અને તેમની પાસેના થેલાઓમાં કોમ્પ્યુટરના મોનીટર તથા સી.પી.યુ.તેમજ પાણીની નાની મોટર તથા પ્રિન્ટર હોય સંબંધે આધાર પુરાવા માગતા નહિ હોવાનું જણાવતાં તેઓને વિશ્વાસમાં લઈ યુકતી-પ્રયુકતીથી પુછતા બન્ને તથા તેમના ગામના કિર્તીકુમાર ઉર્ફે ગોલ્ડન ગોબરભાઈ સલાટ નાઓ ત્રણેય મળી આજથી સાડા ત્રણેક વર્ષ પહેલા રાત્રીના પોતાના ગામની આરોગ્ય કચેરીમાંથી કોમ્પ્યુટર નંગ-૨ નો સામાન તથા એક પાણીની નાની મોટર ચોરી કરેલાનુ જણાવેલ જે ચોરી સંબધે તપાસ કરતાં વડાલી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો તા.૦૧/૦૯/૨૦૨૨ ના રોજ દાખલ થયેલાનુ જણાઇ આવેલ આ ઇસમો પાસેથી (૧)એક ઇલેક્ટ્રીક પાણીની નાની મોટર (૨)એસર કંપનીના કોમ્પ્યુટર મોનીટર નંગ-૨ (૩) એસર કંપનીના કોમ્પ્યુટર સી.પી.યુ.નંગ-૨ (૪) માઉસ નંગ-૨ (૫) એક નાનુ પ્રિન્ટર મળી કુલ કિ.રૂ. ૪૨૨૦૦/-નો મુદામાલ ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ ૧૦૬ મુજબ કબજે કરી પકડેલ અમે આ બન્ને આરોપીને હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે..

 

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores