વડાલી રેલ્વે સ્ટેશન ટ્રેનના સ્ટોપેજ વિના સુમસામ બન્યું
યુવાનો વિડીયો બનાવે છે
વીડિયોમાં તંત્રની મજાક ઉડાવતા અંદાજમાં ટિકિટ માટે જીદ કરે છે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર આવેલું વડાલી રેલવે સ્ટેશન હવે મુસાફરોની અવરજવરને બદલે સોશિયલ મીડિયા રીલ્સ માટેનું શૂટિંગ લોકેશન બની ગયું છે. ટ્રેનનું સ્ટોપેજ ન મળવાને કારણે સ્થાનિકોમાં રેલવે તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જે પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડ હોવી જોઈએ, ત્યાં હવે માત્ર કૂતરાઓનો જમાવડો અથવા રીલ્સ બનાવતા યુવાનો જ જોવા મળે છે. આ સ્થિતિ સ્ટેશનની નિષ્ક્રિયતા દર્શાવે છે.
તાજેતરમાં, બે યુવાનો દ્વારા આ સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર બનાવવામાં આવેલો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જગાવી રહ્યો છે. આ વીડિયો સ્ટેશનની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરે છે. વીડિયોમાં, એક યુવાન દારૂ પીધેલી હાલતમાં હોવાની એક્ટિંગ કરી ટિકિટ કાઉન્ટરની બારી પાસે જઈ ટિકિટ માંગી રહ્યો છે. સ્ટેશન લાંબા સમયથી બંધ હોવા છતાં, તે તંત્રની મજાક ઉડાવતા અંદાજમાં ટિકિટ માટે જીદ કરે છે. ત્યારબાદ બીજો યુવાન આવીને તેને ત્યાંથી લઈ જવાનો પ્રયાસ કરે છે, જે રમૂજ પેદા કરે છે. આ વીડિયો ભલે મનોરંજન માટે બનાવવામાં આવ્યો હોય, પરંતુ તે વડાલી રેલવે સ્ટેશનની નિષ્ક્રિયતા અને રેલવે તંત્રની ઉદાસીનતા પર આડકતરી રીતે કટાક્ષ કરી રહ્યો છે
બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 