બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા
વડાલી પો.સ્ટે. વિસ્તારમાંથી ડ્રોન કેમેરા મારફતે ગાંજાનું વાવેતર કુલ છોડ-૪૪,વજન-૨૦.૧૯૦ કિ.ગ્રામ કિ.રૂ. ૧૦,૦૯,૫૦૦/-ના કોમર્શીયલ મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા જીલ્લા એસ.ઓ.જી.
સાબરકાંઠા જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબુદ કરવા તથા જીલ્લામાં નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી આમ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધન આવા ડ્રગ્સનું સેવન કરીને નશાખોરીના રવાડે ચઢતું હોય જેથી આવા ડ્રગ્સનું વેચાણ કરતા તથા ડ્રગ્સનું સેવન કરતા ઇસમો શોધી કાઢી તેમના વિરૂધ્ધમાં કાર્યવાહી કરવા સુચના અન્વયે I/C પો.ઇન્સ કે.યુ.ચૌધરી, એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ તથા નાર્કોટીક્સ સેલ વોચ તપાસમાં હતો દરમ્યાન એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ પદમસિંહ તથા આ.પો.કોન્સ. દિપકસિંહ ભીખુસિંહ નાઓને તેમના ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકિક્ત મળેલ કે, વડાલી તાલુકાના બડોલ ગામની સીમમાં સોમાજી પુજાજી મકવાણાનું વાવવાળુ ખેતર આવેલ છે. જેમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરેલ છે. વિગેરે બાતમી હકિક્ત અન્વયે સુંદર જગ્યાએ જઇ તપાસ કરવી હિતાવહ ના હોય જેથી ડ્રોન મંગાવી બાતમી હકિક્તવાળા ખેતરનું ડ્રોન મારફતે સર્વે કરી બાતમી ચોક્કસ અને આધારભુત જણાઇ આવતા બાતમીવાળા ખેતરમાં તાત્કાલીક સરકારી પંચો રૂબરૂ જઇ જતીનકુમાર સોમાજી મકવાણા રહે, બડોલ તા. વડાલી જી. સાબરકાંઠાના ને કબજા ભોગવટાના ખેતરમાં તપાસ કરતાં ગાંજાના છોડ-૪૪,વજન-૨૦.૧૯૦ કિ.ગ્રામ કિ.રૂ. ૧૦,૦૯,૫૦૦/- મુજબનો મુદ્દામાલ મળી આવતાં મુદ્દામાલ કબજે લઇ આરોપીઓ વિરૂધ્ધમાં વડાલી પો.સ્ટે.કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.







Total Users : 145600
Views Today : 