વડાલીમાં ડો. બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ
સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર ખાતે 14 મી એપ્રિલ ના રોજ ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી
બાબાસાહેબ આંબેડકર ની શોભાયાત્રા વાજતે ગાજતે ડીજે ના તાલ અને બગી સાથે નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ શોભાયાત્રામાં જય ભીમના નારા સાથે હાઇવે પરથી પસાર થઈ હતી

શોભાયાત્રામાં ઠેર ઠેર ઠંડા પાણી શરબત છાશનું વિતરણ કરાયું હતું
શોભાયાત્રામાં વડાલી નગરના વિવિધ સમાજ દ્વારા પુષ્પવર્ષા કરાઈ અને સ્વાગત કરવામાં આવ્યું હતું
ડો. બાબા સાહેબ આંબેડકર ની શોભાયાત્રા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પસાર થઈ ત્યારે લોકોએ પુષ્પ વર્ષા કરી હતી
આ શોભાયાત્રા રામનગર થી શરૂ થઈને વડાલી શહેરના વિવિધ વિસ્તારમાં ભ્રમણ કરીને હાઈવે પરથી પસાર થઈને રોયલ પાર્ક સુધી પહોંચી હતી
શોભાયાત્રા રોયલ પાર્ક ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પહાર કરીને તેમજ તેમને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
ડો. બાબા સાહેબ આંબેડકર ની શોભા યાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
શોભાયાત્રામાં વડાલી પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.આર પઢેરિયા સાહેબ તેમજ પીએસઆઇ કે એલ જાડેજા તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ તેમજ જી.આર.ડી સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો
આમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે કરાઈ હતી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 