>
Friday, April 17, 2026

વડાલીના કેશરપુરા ગામની સીમમાંથી ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપાયું…

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

 

વડાલીના કેશરપુરા ગામની સીમમાંથી ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપાયું…

 

 

કેશરપુરા ગામની સિમમાં રહેતા મનજીભાઈ રામજીભાઈ કુંડનાઓ પોતાના ખેતરમાં વનસ્પતિજન્ય ગાંજાના લીલા છોડનું વાવેતર કરેલ છે.જે વિગેરે બાતમી હકીકતે સર્વેલન્સ સ્ટાફના માણસોને આ દિશામાં સતત તપાસમાં રહેલ તે દરમ્યાન અ.હે.કોન્સ હિરણસિંહ જગતસિંહ નોકરી વડાલી પોલીસ સ્ટેશનનાઓને બાતમી જે હકિકત આધારે પંચો સાથે રાખી પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી બાતમી હકિકતવાળી જગ્યાએ જતા આરોપી મનજીભાઈ રામજીભાઈ ડુંડ ઉ.વ.૪૭ રહે.કેશરપુરા તા.વડાલી જી.સા.કા.નાઓ પોતાના ઘર આગળ બેસેલ હોઈ તેને સાથે રાખી તેના ખેતરમાં જઈ તપાસ કરતા ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે વનસ્પતીજન્ય ગાંજાના કુલ -૬૮ છોડ નુ વાવેતર કરેલ હતુ. જે ગાંજાના છોડ વજન કુલ ૪૦.૨૦૦ કિલો ગ્રામ હતુ જેની કુલ કિંમત રૂપીયા -૨૦,૧૦,૦૦૦/-તથા આરોપીનો એક એન્ડ્રોઈડ મોબાઈલની કિમત રૂપીયા-૩૦૦૦/-મળી કુલ કિમત રૂપીયા -૨૦,૧૩,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી વડાલી પોલીસ દ્વારા એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores