>
Sunday, April 19, 2026

વડાલી આકાશવાણી ગોગા મહારાજનો 31 મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ભવ્ય રીતે ઉજવાયો 

વડાલી આકાશવાણી ગોગા મહારાજનો 31 મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ભવ્ય રીતે ઉજવાયો

 

ધરોઈ રોડ, પાણીની ટાંકી સામે આવેલ આકાશવાદી ગોગા મહારાજ મંદિરે તા. 18 અને 19 એપ્રિલ 2026 દરમિયાન 31મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવ સાથે સફળતાપૂર્વક યોજાયા હતા.

 

તા. 18 એપ્રિલના રોજ રાત્રે યોજાયેલા રંગતભર્યા રાસ-ગરબા કાર્યક્રમમાં લોકપ્રિય ગાયક નીતિન બારોટએ પોતાના મીઠા સ્વરોથી ભક્તજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે રાસ-ગરબા તથા 108 દીવડાની મહા આરતીનો અદ્ભુત અને ભવ્ય નજારો જોવા મળ્યો, જેના કારણે ભક્તિ અને આનંદનો અનોખો માહોલ સર્જાયો હતો.

તા. 19 એપ્રિલના રોજ સવારે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાભાવે ભાગ લીધો હતો. ત્યારબાદ સાંજે 5:00 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તજનોએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

 

આ પવિત્ર પ્રસંગે પાંચ યજમાનો મુખ્ય તરીકે હાજર રહી ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી.

 

સમગ્ર કાર્યક્રમનું આયોજન ભુવાજી શ્રી ધુળાભાઈ સગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

સગર સમાજ તેમજ આજુબાજુના ગામોના ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગોગા મહારાજ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને આસ્થા સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ હતી.

.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ ભક્તજનો, આગેવાનો અને સમાજના સભ્યોનો આયોજક મંડળ દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores