>
Sunday, April 26, 2026

સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક- રચનાત્મક- તાત્વિક એવા ૫૧ પુસ્તકો તરતા મૂકવામાં આવ્યા 

23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ

 

સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક- રચનાત્મક- તાત્વિક એવા ૫૧ પુસ્તકો તરતા મૂકવામાં આવ્યા

 

પુસ્તકોનું પૂજન અર્ચન કરેલ ,

પુસ્તક વાંચન દ્વારા હકારાત્મક સંવાદ ઉત્પન્ન થાય છે સાથે રચનાત્મક સમાજનું નિરૂપણ થાય

 

23 મી એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણી થતી હોય છે. વિશ્વના મહાન સાહિત્ય સર્જક વિલિયમ શેક્સપિયરના જન્મદિવસ નિમિત્તે આ દિવસની ઉજવણી થાય છે.

આજના પવિત્ર દિવસે સિધ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુસ્તકોનું પૂજન અર્ચન કરેલ અને સમાજ માટે ઉપયોગી એવા ધાર્મિક સામાજિક .રચનાત્મક .તાત્વિક. બાળવાર્તા . સ્પર્ધાતમક એવા 51 પુસ્તકો સમાજને અર્પણ કરેલ સાથે સાથે પુસ્તકોનું પૂજન અર્ચન કરેલ પુસ્તકો એ માનવીને ઘણું બધું આપી શકે છે, જેમ કે ધાર્મિકતા – સમજણ – સહનશીલતા -કાર્યમાં એકાગ્રતા – વૈચારિકતા આ બધાનો નિચોડ એટલે સંવાદ અને હકારાત્મક સંવાદ વડે સમાજમાં એકીકરણ અને જાગૃતિનું કામ થાય. રચનાત્મક સમાજ નિર્માણ થાય સિધ્ધનાથ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદીએ જણાવેલું કે કહેવાય છે કે પુસ્તકો જડ હોય છે પણ પથ્થરમાંથી જ મૂર્તિ કલા દ્વારા ઘડાઈ આવે છે આમ રચનાત્મક વાંચનથી જ માનવી ઘડાય છે, માનવી ઘડાવાને કારણે સમાજ ઘડાય છે.

આજના દિવસે વર્ષ દરમિયાન દરેક વ્યક્તિ ૧૦ પુસ્તકો વાંચવાનો લક્ષ્યાંક રાખે , ભાવ રાખે તો તે સમાજ માટે મોટી મહત્વની ભૂમિકા અદા કરી કહી શકાય .

આ સાથે ૫૧ પુસ્તકો સમાજને અર્પણ કરતા જણાવેલ કે સમાજમાં વાંચન ની ટેવ વ્યક્તિના બાળપણથી જ આવવી જોઈએ જેથી જીવન જીવવા માટે સત્ય – સંબંધ – સહજતા -માનવતાના જીવનમાં નિરૂપણ થાય નકારાત્મક ઉર્જા દૂર થાય વાંચન થકી સમાજ મા હકારાત્મક ભાવ સાથે. સવેદના ઉત્પન્ન થાય. દરેક બાળકો ને પણ માતા પિતા એ આજે વાંચન તરફ વાળવા જોઈએ જેથી આવનાર સમાજ સમૃદ્ધિ તરફ વળે આ સમયે સિધ્ધનાથ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી , ડો રાજેશ ત્રિવેદી , જગદીશ પૈડા , ઋષિલ ત્રિવેદી , રાહુલ સોલંકી . ચેતન ગોહિલ વગેરે રચનાત્મક સેવા યગન. મા સાથે જોડાયા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores