અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વાડજ સ્મશાનના આધુનિક પુનર્વિકાસ માટે વ્યાપક કામગીરી હાથ ધરાઈ
જુના હયાત સ્મશાનમાં કુલ – ૫ વુડન ભઠ્ઠી કાર્યરત હતી, નવા સ્મશાનમાં હાલમાં કુલ ૧૧ વુડન ભઠ્ઠી બનાવવામાં આવી
જુના હયાત સ્મશાનમાં કુલ-૨ સી.એન.જી. ભઠ્ઠી કાર્યરત હતી, નવા સ્મશાનમાં હાલમાં કુલ ૬ સી.એન.જી.ભઠ્ઠી બનાવવામાં આવી
હાલમાં આ સ્થળે કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કાર્ય પ્રગતિમાં
અમદાવાદ 25 એપ્રિલ 2026 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વાડજ સ્મશાનના આધુનિક પુનર્વિકાસ માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સુવિધાઓનું નિર્માણ અને સુધારણા કાર્ય તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને, વાડજ સ્મશાનની આસપાસ આવેલી મહત્વપૂર્ણ જમીન પર છેલ્લા આશરે 15 વર્ષથી ચાલતી આવતી અડચણો, જેમ કે ગેરકાયદે દબાણ, કાયદાકીય વિવાદો અને સ્ટે જેવી પરિસ્થિતિઓને દૂર કરીને હવે આ જમીનનો કબજો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફળતાપૂર્વક મેળવવામાં આવ્યો છે. આ જમીન અગાઉ C&D (Construction & Demolition) ડેબ્રીસ પ્લોટ તરીકે ઓળખાતી હતી.
હાલમાં આ સ્થળે કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે, જે વાડજ સ્મશાનના સમગ્ર પુનર્વિકાસ પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ ભાગ છે. આ કામ પૂર્ણ થયા બાદ સ્મશાનની સુરક્ષા, વ્યવસ્થા અને સંચાલનમાં નોંધપાત્ર સુધારો થશે.
અત્રે ઉલ્લેખનીય છેકે, જુના હયાત સ્મશાનમાં કુલ – ૫ વુડન ભઠ્ઠી કાર્યરત હતી. નવા સ્મશાનમાં હાલમાં કુલ ૧૧ વુડન ભઠ્ઠી બનાવવામાં આવેલ છે. જે પૈકી કુલ ૫ વુડન ભઠ્ઠી વર્ષ ઓકટોબર-૨૦૨૩ થી કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ અન્ય કુલ ૬ વુડન ભઠ્ઠીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જુના હયાત સ્મશાનમાં કુલ-૨ સી.એન.જી. ભઠ્ઠી કાર્યરત હતી. નવા સ્મશાનમાં હાલમાં કુલ ૬ સી.એન.જી.ભઠ્ઠી બનાવવામાં આવેલ છે જે પૈકી કુલ ૨ સી.એન.જી.ભઠ્ઠી વર્ષ ફેબ્રુઆરી-૨૦૨૩થી કાર્યરત કરવામાં આવેલ છે. તેમન અન્ય કુલ ૪ સી.એન.જી. ભઠ્ઠીની સીવીલની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તદઉપરાંત સંત અને નટની ભઠ્ઠી ડીમોશીલ કરી નવી બનાવેલ સંત અને નટની ભઠ્ઠી જે હાલમાં કાર્યરત છે. તદ્દઉપરાંત ટોયલેટ બ્લોક, વુડન સ્ટોરેજ, ઈલકેટ્રીક પેનલ રૂમ ની કામગીરી પણ પૂર્ણ થયેલ છે. આ ઉપરાંત હાલમાં કમ્પાઉન્ડ વોલ, એરીયા ડેવલપમેન્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે.
આ સમગ્ર પુનર્વિકાસ પૂર્ણ થયા બાદ વાડજ સ્મશાન વધુ આધુનિક, સુવ્યવસ્થિત અને માનવિય અભિગમ ધરાવતું કેન્દ્ર બનશે, જ્યાં નાગરિકોને સન્માનજનક અને સુવિધાજનક સેવાઓ ઉપલબ્ધ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે પ્રતિબદ્ધ રહી, નાગરિક સુવિધાઓમાં સતત સુધારા માટે કાર્યરત છે.
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ અમદાવાદ
મો ન 9998340891


