>
Monday, April 27, 2026

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માટે ૧૨ કેન્દ્રો નક્કી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માટે ૧૨ કેન્દ્રો નક્કી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો

 

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની (જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા) સામાન્ય ચૂંટણીઓ ૨૦૨૬ અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે મંગળવારના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના નેતૃત્વ હેઠળ જિલ્લાના નક્કી કરાયેલા વિવિધ ૧૨ કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતો અને હિંમતનગર, ઈડર, વડાલી તથા પ્રાંતિજ નગરપાલિકાઓની ચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ આજે હાથ ધરાનાર મતગણતરી પ્રક્રિયા હેઠળ ચૂંટણી જંગમાં ઉતરેલા અનેક ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી માટે નીચે મુજબના સ્થળો અને રૂમ નક્કી કરવામાં આવ્યા છે:

જિલ્લા અને તાલુકા પંચાયત માટેના કેન્દ્રો: ૧. હિંમતનગર: ગ્રાઉન્ડ ફ્લોર, એકેડેમિક બિલ્ડિંગ, ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજ. ૨. વડાલી: શેઠ શ્રી બી.સી.શાહ આર્ટસ કોલેજ, વડાલી (સભાખંડ). ૩. પોશીના: તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી (પ્રથમ માળ, રૂમ નં. ૨૧૭ થી ૨૨૦). ૪. ખેડબ્રહ્મા: શેઠ શ્રી કે.ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા (સભાખંડ). ૫. પ્રાંતિજ: શ્રીમતી એમ.સી. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કમાલપુર (તા.પં. માટે જુનો હોલ-૧ અને જિ.પં. માટે ન્યુ હોલ-પ્રથમ માળ). ૬. તલોદ: શેઠ એચ.પી. આર્ટસ અને કોમર્સ કોલેજ, મહિયલ (રૂમ નં. ૮ અને ૯). ૭. ઈડર: આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઈડર (લેબ હોલ નં. ૨ અને ૩). ૮. વિજયનગર: સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, વિજયનગર.

નગરપાલિકા માટેના કેન્દ્રો: ૧. હિંમતનગર: રૂમ નં. ૧૦૧-એ, ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજ મેઈન બિલ્ડિંગ, મોતીપુરા. ૨. ઈડર: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), ઈડર. ૩. વડાલી: સભાખંડ, શેઠ સી.જે. હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ, વડાલી. ૪. પ્રાંતિજ: શ્રીમતી એમ.સી. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કમાલપુર (રૂમ નં. ૩, ભોંય તળિયે).

આ તમામ મથકો પર જરૂરી બેરિકેટિંગ, પાણી, લાઈટ અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે મતગણતરી સંપન્ન થાય તે માટે સમગ્ર જિલ્લામાં લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

 

આજે સવારે 9:00 કલાકે પોસ્ટલ બેલેટ તથા ઇવીએમ મશીન મતગણતરી શરૂ થશે.

જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી ૨૦૨૬

તાલુકાનું નામ મતગણતરી ટેબલની સંખ્યા મતગણતરી સ્ટાફની સંખ્યા મતગણતરી સ્થળે પોલીસ સ્ટાફની સંખ્યા મતગણતરી સ્થળે વર્ગ -૪ના કર્મચારીની સંખ્યા

હિંમતનગર ૧૪ ૪૬ ૪૦ ૧૬

ખેડબ્રહ્મા ૭ ૧૪ ૪૦ ૧૧

વિજયનગર ૮ ૧૬ ૪૦ ૮

ઇડર ૧૦ ૩૦ ૪૦ ૧૦

તલોદ ૧૨ ૩૬ ૨૦ ૧૨

પ્રાંતિજ ૧૦ ૩૪ ૩૦ ૧૦

વડાલી ૬ ૨૪ ૪૦ ૧૨

પોશીના ૭ ૧૪ ૩૫ ૧૦

કુલ ૭૪ ૨૧૪ ૨૮૫ ૮૯

તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી ૨૦૨૬

તાલુકાનું નામ મતગણતરી ટેબલની સંખ્યા મતગણતરી સ્ટાફની સંખ્યા મતગણતરી સ્થળે પોલીસ સ્ટાફની સંખ્યા મતગણતરી સ્થળે વર્ગ -૪ના કર્મચારીની સંખ્યા

હિંમતનગર ૧૨ ૪૦ ૪૦ ૧૪

ખેડબ્રહ્મા ૭ ૧૪ ૪૦ ૧૧

વિજયનગર ૧૫ ૩૦ ૪૦ ૧૫

ઇડર ૧૦ ૩૦ ૪૦ ૧૦

તલોદ ૯ ૨૭ ૩૧ ૯

પ્રાંતિજ ૧૦ ૩૪ ૩૦ ૧૦

વડાલી ૬ ૨૪ ૪૦ ૧૨

પોશીના ૭ ૧૪ ૩૫ ૧૦

કુલ ૭૬ ૨૧૩ ૨૯૬ ૯૧

 

નગરપાલિકા સામાન્ય પેટા ચૂંટણી ૨૦૨૬

 

નગરપાલિકાનુ નામ મતગણતરી ટેબલની સંખ્યા મતગણતરી સ્ટાફની સંખ્યા મતગણતરી સ્થળે પોલીસ સ્ટાફની સંખ્યા મતગણતરી સ્થળે વર્ગ -૪ના કર્મચારીની સંખ્યા

હિંમતનગર ૧૦ ૩૦ ૨૫ ૧૩

ઇડર ૪ ૧૨ ૩૫ ૮

વડાલી ૩ ૯ ૨૫ ૧૦

પ્રાંતિજ( પેટા) ૧ ૩ ૩ ૧

કુલ ૧૮ ૫૪ ૮૮ ૩૨

 

આમ સાબરકાંઠા જિલ્લાના કુલ ૧૨ મથકોએ ૪૮૧ મતગણતરી સ્ટાફ , ૬૬૯ પોલીસ સ્ટાફ તથા ૨૧૨ વર્ગ-૪ ના કર્મચારી ફરજ બજાવશે

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores