ખેડબ્રહ્મા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
ખેડબ્રહ્મા ભારતીય કિસાન સંઘ દ્વારા મકાઈ બાજરી અને જુવાર ની ખરીદી ચાલુ ન થતા તેમજ ખેડૂતોમાં અસંતોષ બાબતે નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપ્યું.
ગુજરાત સરકાર દ્વારા મકાઈ બાજરી જુવારની ખરીદી ચાલુ ન થતા ખેડૂતોમાં અસંતોષ તેમજ બાજરી અને જુવારની જેમ મકાઈમાં પણ ક્વિન્ટલે ₹300 બોનસ આપવા રજૂઆત કરાઈ
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પુરવઠા નિગમ દ્વારા મકાઈ બાજરી અને જુવારની ખરીદી તારીખ 1 5 2026 થી ચાલુ થશે તેવી જાહેરાતો ખૂબ મોટી પ્રમાણમાં થતી હતી અને આજરોજ ખરીદી ચાલુ ન થતા ખેડબ્રહ્મા ભારતીય કિસાન સંઘના મંત્રી શ્રી અરવિંદભાઈ પટેલ અને પૂર્વ મંત્રી દિનેશભાઈ પટેલ દ્વારા નાયબ કલેક્ટર શ્રી નિમેષ ડી પટેલને આવેદનપત્ર પાઠવી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તાત્કાલિક ખરીદી કરવા અને બાજરી અને જુવારની જેમ મકાઈમાં પણ ક્વિન્ટલે ₹300 બોનસ આપવા માટે રજૂઆત કરેલ છે આજરોજ પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ અને એમડી પુરવઠા નિગમ તેમજ જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરતા હજુ સુધી ખરીદીનો કોઈ સૂચના અંગેની કાર્યવાહી મળેલ નથી તો તાત્કાલિક ખરીદી કરવા રજૂઆત કરવામાં આવી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


