>
Saturday, May 2, 2026

ગુજરાત સ્થાપના દિવસે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા: પાલનપુર એરોમા સર્કલ પર રિક્ષા, ટ્રક અને બસમાં મુસાફરી કરતાં 3 હજાર લોકોને છાશ પીવડાવી

ગુજરાત સ્થાપના દિવસે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા: પાલનપુર એરોમા સર્કલ પર રિક્ષા, ટ્રક અને બસમાં મુસાફરી કરતાં 3 હજાર લોકોને છાશ પીવડાવી.

પાલનપુર, 1 મે 2026: ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા અરોમા સર્કલ, ડીસા હાઈવે ખાતે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ અંદાજે 3000 ગ્લાસ ઠંડી છાશ રાહદારીઓ અને મુસાફરોને વિતરણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક અને તાજગી પૂરી પાડવાના હેતુથી યોજાયો હતો. ખાસ કરીને રિક્ષા, ટ્રક અને બસમાં મુસાફરી કરતા મુસાફરોને લક્ષ્યમાં રાખીને છાશનું વિતરણ કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, શાખા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચાલુ પાણી પરબ કાર્યક્રમ અંતર્ગત આ પ્રકારની સેવા અવિરતપણે પૂરી પાડવામાં આવી રહી છે.

 

આ કાર્યક્રમમાં શાખા પ્રમુખ લાલજીભાઈ, મંત્રી રમેશભાઈ, ખજાનચી નિરવભાઈ અને સેવા પ્રકલ્પ સંયોજક યોગેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સહભાગીતામાં કલ્પનાબેન મહેશ્વરી અને લીનાબેન જુડાલ સહિત શાખાના મોટી સંખ્યામાં સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતાં.

રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores