>
Sunday, May 3, 2026

હિંમતનગરના રાજપુર પાટીયા પંચમુખી સિદ્ધપીઠ ખાતે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા

હિંમતનગરના રાજપુર પાટીયા પંચમુખી સિદ્ધપીઠ ખાતે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા

શ્રી દ્વારકાધીશ પ્રભુ આગમન મહામહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે ઇડર રોડ પર આવેલા રાજપુર પાટીયા સ્થિત શ્રીગોપાલ વૈષ્ણવ પીઠ દ્વારા ૧ થી ૩ મે, ૨૦૨૬ દરમિયાન ‘શ્રી દ્વારકાધીશ પ્રભુ આગમન મહામહોત્સવ’ તથા ‘ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ’નું અત્યંત ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું

આ મહોત્સવની માહિતી આપતાં પૂજ્ય ડો સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્યજીએ જણાવ્યું કે આ મહોત્સવ અંતર્ગત વિવિધ શાસ્ત્રોક્ત વિધિઓ અને ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા..

મહોત્સવના પ્રથમ દિવસે, શુક્રવાર (૧ મે)ના રોજ સવારે દેહ શુદ્ધિ અને પ્રાયશ્ચિત વિધિ સાથે કાર્યક્રમનો, ત્યારબાદ મંડપ પ્રવેશ, કુટીર હોમ અને ધાન્યાધિવાસ જેવા વૈદિક અનુષ્ઠાનો યોજાશે. સાંજના સમયે સંધ્યા પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું..

બીજા દિવસે, શનિવાર (૨ મે)ના રોજ સવારે જલયાત્રા અને ભવ્ય શોભાયાત્રા નીકળી, ત્યારબાદ મહાસ્નાન અને મહા-અભિષેકની વિધિ કરવામાં આવી, આ દિવસે સાંજે ૬:૦૦ કલાકે શ્રી દૂષ્યંતકુમાર પંડ્યા (જયસીયારામ સુંદરકાંડ પરિવાર, સોનાસણ) દ્વારા સુંદરકાંડના પાઠનું સંગીતમય આયોજન કરવામાં આવ્યું.

તૃતીય અને અંતિમ દિવસે, રવિવાર (૩ મે)ના રોજ સવારે મુખ્ય પ્રાણપ્રતિષ્ઠા વિધિ યોજાઈ, બપોરે ૧૨:૦૦ કલાકે પૂર્ણાહુતિ અને ત્યારબાદ મહાઆરતી.

મહોત્સવના સમાપન અવસરે રવિવારે સવારે ૧૧:૩૦ કલાકે ભોજન મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું. જેના સેવા યજમાન તરીકે હિંમતનગરના પ્રા. ડો. એન. કે. ઉપાધ્યાય પરિવાર સેવાઓ આપી હતી..

આ સમગ્ર મહોત્સવ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી મ. શ્રી લલિતકિશોરશરણજી મહારાજ (લીંબડી), પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી મ. શ્રી પૂરણ શરણ દાસ મહારાજ (ધનસુરા) તથા પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી મ. શ્રી સુનીલદાસજી મહારાજ (પોગલુ) સહિતના અનેક નામી-અનામી સંતોની પાવન ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું..

આ ધાર્મિક મહોત્સવના યજ્ઞાચાર્ય તરીકે શાસ્ત્રી શ્રી યોગેશકુમાર રમણલાલ ભટ્ટ (રાસલોડ) સેવાઓ આપી હતી..

 

રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

મો.8780638478

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores