વડાલી પોલીસે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના 4 ચોરીના બાઈક સાથે બે અનડીટેક્ટ ગુન્હાને ડિટેક્ટ કરી 1.50 લાખ ના મુદ્દા માલ સાથે આરોપીને પકડી પાડ્યો
પોલીસ મહાનીરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ શ્રી ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસીંહ ગોહીલ (IPS) સાહેબ શ્રી સાબરકાંઠાનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબશ્રી ઇડર વિભાગ ઇડર નાઓ જીલ્લામાં મિલ્કત સંબધી તથા બાઇક સંબધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોઈ જે આધારે પો.ઇન્સ ડી.આર.પઢેરીયા તથા પોલીસ સબ ઇન્સ કે.એલ. જાડેજા તથા અ.હે.કોન્સ હિરણસિંહ જગતસિંહ તથા અ.પો.કો.નરેશકુમાર મોતીભાઈ વડાલી પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ હતા.
ઉપરોકત ટીમ તા.૦૩/૦૫/૨૦૨૬ ના રોજ વડાલી તાલુકાના શયામનગર ચોકડી પાસે હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કોન્સ હિરણસિંહ જગતસિંહ તથા અ.પો.કો. નરેશકુમાર મોતીભાઈ નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે એક શંકાસ્પદ નંબર વગરની મો.સા. ખેડબ્રહમા તરફથી એક ઇસમ આવતા તેને રોકીને ઉભી રખાવેલ અને જે મો.સા ચાલક ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ રોશનલાલ બાબુલાલ ગરાસીયા ઉ.વ.૧૮ રહે.બાદલી જોગીવાડ તા.કોટડા જી.ઉદેપુર (રાજસ્થાન)નુ હોવાનું ગભરાયેલી હાલતમાં જણાવેલ તેમજ તેની અંગઝડતી કરતાં તેની પાસેથી કોઈ ચીજવસ્તુ મળી આવેલ નહિ જેથી સદરી ઇસમ પાસેની મો.સા.જોતાં સ્પ્લેન્ડર પ્લસ મો.સા.બ્લેક કલરની નંબર પ્લેટ વગરની છે જેનો थे.नं. HA11E8R5B02525 તથા थे.नं. MBL.HAW224R5B83665 ના જણાય છે જે મો.સા. બાબતે સદરી ઇસમ પાસે આધાર પુરાવા માંગતા નહિ હોવાનું જણાવતા હોઈ જેથી મો.સા.ના એન્જીન / ચેચીસ નંબર અમારી પાસેના પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરી મો.સા.નો નંબર ચેક કરતા જેનો રજી.નંબર-જીજે-૦૯-ડીએન-૭૩૨૨ નો જણાયેલ જે મો.સા. વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.-૧૧૨૦૯૦૫૪૨૫૦૮૧૮/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના કામે ગઈ તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ ચોરીમાં ગયેલ હોઇ સદર હિરો સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનુ મો.સા નંબર -જીજે-૦૯-ડીએન-૭૩૨૨ કિ રૂપીયા -૫૦,૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબજે કરવામા આવેલ છે.અને સદર પકડાયેલ આરોપીને વડાલી પોસ્ટે લાવી વધુ પુછપરછ કરતા સહ આરોપીની તપાસ કરતા બાઈક મળી આવેલ છે.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 