>
Thursday, May 7, 2026

પાલનપુરમાં માળી સમાજનો સુવર્ણ જયંતિ મહોત્સવ શરૂ: ભવ્ય શોભાયાત્રા સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું.

પાલનપુરમાં માળી સમાજનો સુવર્ણ જયંતિ મહોત્સવ શરૂ: ભવ્ય શોભાયાત્રા સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું.

પાલનપુરમાં માળી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ચામુંડા માતાજી અને ક્ષેત્રપાલદાદાના મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ ભવ્ય અને ધાર્મિક મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર શરૂ થઈ છે. મહોત્સવના પ્રથમ દિવસે પાલનપુર માળી સમાજ દ્વારા ભવ્ય માતાજીની શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

શહેરના મોટા માળીવાસ કમાલપુરા ચોકથી પ્રસ્થાન થયેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ઘોડા, બગી, રથ અને ઢોલ-નગારાના તાલે માતાજીની આરતી અને જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સમાજના નાના બાળકોથી લઈને વડીલો અને મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ભક્તિભાવપૂર્વક શોભાયાત્રામાં જોડાયા હતા.

આ સુવર્ણ જયંતિ મહોત્સવના અવસરે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિર માત્ર આસ્થાનું નહીં, પરંતુ પારિવારિક સંસ્કાર, એકતા અને પરમાત્માને પામવાનું પવિત્ર સ્થાન છે. આ ગૌરવપૂર્ણ સુવર્ણ મહોત્સવની ઉજવણી સમગ્ર સમાજ માટે ગર્વની ક્ષણ બની છે. શહેરભરમાં ઠેરઠેર શોભાયાત્રાનું પુષ્પવર્ષા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તિમય માહોલ વચ્ચે યોજાયેલ આ મહોત્સવે સમાજમાં એકતા, સંસ્કાર અને ધાર્મિક ભાવનાનો સુંદર સંદેશ પ્રસરાવ્યો છે.

રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores