99.72 PR સાથે મહેક જોટગીયાની ઝળહળતી સફળતા
મહેનત, સંસ્કાર અને સંકલ્પની જીત સાથે જોટગીયા પરિવાર અને વાણંદ સમાજનું ગૌરવ વધાર્યું
ગોંડલ ખાતે રહેતી અને પાર્થ સ્કૂલ ગોંડલમાં અભ્યાસ કરતી મહેક જોટગીયાએ એસ.એસ.સી. બોર્ડ પરીક્ષામાં 99.72 PR સાથે તેજસ્વી સફળતા મેળવી જોટગીયા પરિવાર, વાણંદ સમાજ તેમજ સમગ્ર ગોંડલ શહેરનું ગૌરવ વધાર્યું છે. મહેકે કુલ 600 માંથી 578 ગુણ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
ખાસ કરીને વિજ્ઞાન અને સંસ્કૃત જેવા વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી મહેકે પોતાની અસાધારણ પ્રતિભા, મહેનત અને લગનનો ઉત્તમ પરિચય આપ્યો છે. આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયક બની છે.
મહેક જોટગીયા, વંદના હેર સલૂનના ગોપાલભાઈ જોટગીયાની લાડકી દીકરી છે. પોતાની આ ભવ્ય સફળતા અંગે મહેકે જણાવ્યું હતું કે માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ, પરિવારનો પ્રોત્સાહન, તેમજ પાર્થ સ્કૂલના જીજ્ઞેશભાઈ ત્રિવેદી, અખિલેશભાઈ ત્રિવેદી અને વિમલભાઈ ત્રિવેદીનું ઉત્તમ માર્ગદર્શન અને સતત સખત મહેનતના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે.
મહેકે સાબિત કર્યું છે કે “સફળતા માત્ર નસીબથી નથી મળતી, પરંતુ સખત મહેનત, સંકલ્પ અને આત્મવિશ્વાસથી પ્રાપ્ત થાય છે.”
પાર્થ સ્કૂલની તેજસ્વી તારલી તરીકે મહેક જોટગીયાની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે મહેક જોટગીયા સુલતાનપુરના રાવરાણી પરીવારની ભાણેજ થાય છે. તેમની આ ઝગમગતી સફળતા બદલ સમગ્ર રાવરાણી-ચાવડા પરીવાર, જ્ઞાતિ અગ્રણીઓ તથા વાણંદ સમાજ ગોંડલ તરફથી મહેકને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
રિપોર્ટર : નયનભાઈ રાવરાણી રાજકોટ







Total Users : 145600
Views Today : 