>
Monday, May 11, 2026

અંબાજી મંદિર ને લોકશ્રદ્ધા અને સેવાકીય કાર્ય બદલ માંગલ ધામ તીર્થ ધામ ખાતે યોજાયેલ માંગલ્ય શક્તિ એવોર્ડ અંતર્ગત ભવ્ય સમારોહમાં વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યું.

અંબાજી મંદિર ને લોકશ્રદ્ધા અને સેવાકીય કાર્ય બદલ માંગલ ધામ તીર્થ ધામ ખાતે યોજાયેલ માંગલ્ય શક્તિ એવોર્ડ અંતર્ગત ભવ્ય સમારોહમાં વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યું.

 

પૂજય શ્રી મોરારી બાપુની આધ્યાત્મિક પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી માયાભાઈ આહીર અને સંયોજકો દ્વારા માંગલ મા તીર્થધામ ધામ ભગુડાના આંગણે ૩૦ મો પરમ ઉત્સવ એવમ માંગલ શક્તિ એવોર્ડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજા દ્વારા એવોર્ડ અને પુરસ્કાર રકમ રૂ ૨૫,૦૦૦ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીને એનાયત કરવામાં આવ્યા.

ભારતના અગ્રણી શક્તિપીઠોમાં સ્થાન ધરાવતા અંબાજી મંદિરને ભક્તિ, સેવા, વ્યવસ્થાપન અને સામાજિક યોગદાનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યું છે. ભગુડા સ્થિત શ્રી માંગલ ધામ તીર્થ ધામ ખાતે યોજાયેલ એક ભવ્ય સમારોહમાં આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો, આગેવાનો તથા આમંત્રિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રસંગને ગૌરવમય બનાવ્યો હતો. આ અવસરે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજા દ્વારા અંબાજી મંદિરના વહીવટદાર તથા બનાસકાંઠા જિલ્લાના અધિક કલેક્ટર કૌશિક મોદીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવતી સુવિધાઓ, યાત્રાધામના વિકાસ માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટો, સ્વચ્છતા અભિયાન, આધુનિક વ્યવસ્થાપન અને ધાર્મિક આયોજનમાં કરવામાં આવતા સુચારૂ આયોજનની પ્રશંસા કરવામાં આવી હતી. મંદિર દ્વારા ભક્તજનો માટે સુરક્ષા, સુવિધા અને આધ્યાત્મિક અનુભૂતિને વધુ સુગમ બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેનાથી મંદિર દેશ-વિદેશના યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત મંદિરને રૂ. ૨૫,૦૦૦ ની પ્રોત્સાહક રકમ પણ અર્પણ કરવામાં આવી હતી. વહીવટદારશ્રીએ આ રકમ મંદિરના વિકાસ અને ભક્તસેવા માટે મંદિરના ખાતામાં જમા કરાવી હોવાનું જણાવ્યું હતું. વહીવટદારશ્રીએ આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આ સન્માન માત્ર મંદિર પ્રશાસન માટે જ નહીં, પરંતુ સમગ્ર અંબાજી મંદિર પરિવાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને મા અંબાના ભક્તજનો માટે ગૌરવની બાબત છે. આ માન્યતા અમને વધુ જવાબદારીપૂર્વક અને સમર્પણભાવથી સેવા આપવાની પ્રેરણા આપે છે.” તેમણે આગળ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં પણ અંબાજી મંદિર દ્વારા યાત્રાધામના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓના વિસ્તરણ અને ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વધુ ગતિશીલ બનાવવામાં આવશે. સમારોહ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ પણ અંબાજી મંદિરના વિકાસકાર્યોની પ્રશંસા કરી અને મંદિર ટ્રસ્ટને આવનારા સમયમાં વધુ સફળતાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ બનાસકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores