વડાલી પોલીસે અનડિટેક્ટ ફેટલ ગુન્હાના આરોપીને ઇકો ગાડી સાથે પકડી પાડ્યો
પોલીસ મહાનીરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ શ્રી ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસીંહ ગોહીલ (IPS) સાહેબ શ્રી સાબરકાંઠાનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબશ્રી ઇડર વિભાગ ઇડર નાઓ જીલ્લામાં બનતા અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોઈ જે આધારે પો.ઇન્સ ડી.આર.પઢેરીયા તથા પોલીસ સબ ઇન્સ કે.એલ. જાડેજા તથા અ.હે.કોન્સ હિરણસિંહ જગતસિંહ તથા અ.પો.કો.નરેશકુમાર મોતીભાઈ વડાલી પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ હતી જે આધારે વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ -એ ગુ.ર.નંબર – ૧૧૨૦૯૦૫૪૨૬૦૪૭૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ -૨૮૧,૧૦૬(૧), ૧૨૫(એ), તથા એમ.વી.એકટ કલમ – ૧૭૭,૧૮૪,૧૩૪ (બી) મુજબના કામના ફરીયાદીશ્રી દિપકભાઈ રણછોડભાઈ ડાભી રહે.દીપ્થેલી તા.ખેડબ્રહમા જી.સા.કા.નાઓની ફરીયાદના કામે ગઇ તા..૨૫/૦૪/૨૦૨૬ ના આશરે કલાક -૧૭/૦૦ વાગ્યાના સુમારે મોજે વિવાઈ ગામે સમ્રાટ હોટલથી આગળ હાઇવે રોડ ઉપર એક અજાણ્યા ઈકો ગાડીના ચાલકે પોતાની ઇકો પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી સામેથી આવતી ફરીયાદશ્રીની મો.સા.હિરો સ્પલેન્ડર પલ્સ રજી નંબર -જીજે-૦૯-એજે-૨૫૦૧ ને ટકકર મારી ફરીયાદીને શરીરે ઇજાઓ પહોચાડી તથા સાહેદ જીગરભાઈ જંયતીભાઈ બુંબડીયા ઉ.વછ.૧૬ ને શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી સારવાર દરમયાન મોત નીપજાવી પોતાના કબજાની ઇકો ગાડી સ્થળ ઉપરથી લઇ નાસી જઈ ગુન્હો કરેલ હોઈ જે આધારે ઉપરોકત ટીમ ધ્વારા હયુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ ધ્વારા ઇકો ગાડી નંબર -જીજે-૦૧-આર.એચ-૭૮૬૫ ના ચાલક રજાકભાઇ નુરભાઈ મનસુરી રહે.અમનપાર્ક સોસાયટી વડાલી તા.વડાલી જી.સા.કા. ને તપાસ દરમ્યાન પકડી પાડી ઇકો ગાડી સાથે વડાલી પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉપરોકત ગુન્હાના કામે અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવી
આમ વડાલી પોલીસ સ્ટેશન ધ્વારા વધુ એક અનડીટેકટ ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળી
પકડાયેલ આરોપી –
રજાકભાઈ નુરભાઈ મનસુરી રહે. અમનપાર્ક સોસાયટી વડાલી તા.વડાલી જી.સા.કા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 