સાબરકાંઠાના ખેડબ્રહ્માના યુવાનનું પુસ્તક “અધુરી વિદાય” રાષ્ટ્રીય ફલક પર ચમક્યું
પિતાના મૌન સંઘર્ષને મળી સાહિત્યિક વાચા
”મેગેઝીનમાં ૧૨ વર્ષ લેખ લખનાર લેખકની કલમ જ્યારે પિતાના વિરહમાં રડી, ત્યારે સર્જાયું ‘અધૂરી વિદાય’!”
આજ સુધી સાહિત્યમાં ‘મા’ પર ઘણું લખાયું છે, પણ પિતાના મૌન સંઘર્ષ અને એમની છત્રછાયાની કિંમત ત્યારે સમજાય છે જ્યારે એ છાયડો હંમેશ માટે જતો રહે છે. લેખક રણવિજયસિંહ પ્રતાપસિંહ ચૌહાણનું પુસ્તક ‘અધૂરી વિદાય’ એ માત્ર કાગળ પર લખાયેલા શબ્દો નથી, પણ પિતાને ગુમાવ્યા પછી એક દીકરાના હૃદયમાંથી નીકળેલી ચીસ છે.
પુસ્તકનો મર્મ:
“દુનિયામાં દરેક વસ્તુ ખોવાઈ જાય તો શોધવાથી મળી શકે છે, પણ એકવાર જો પિતા ખોવાઈ જાય, તો આખી જિંદગીની શોધ પણ એમને પાછા લાવી શકતી નથી.” આ પુસ્તક એવા એક આદર્શ શિક્ષક પિતા સ્વ. પ્રતાપસિંહ કિશોરસિંહ ચૌહાણની સત્ય ઘટના છે, જેઓ પોતાની નિવૃત્તિની ક્ષણો ગણતા હતા અને અચાનક કાળનો પંજો તેમને ખેંચી ગયો.
વાચકો માટે એક પડકાર:
આ પુસ્તક વાંચતી વખતે લેખક દાવો કરે છે કે:
જો તમારા પિતા હયાત છે, તો આ વાંચીને તમે દોડીને એમને ગળે લગાવી દેશો.
અને જો તમે પિતાને ગુમાવ્યા છે, તો આ પુસ્તકના દરેક પાને તમે ધ્રુસકે ને ધ્રુસકે રડશો.
પિતાના બલિદાન, એમનો આજીવન સંઘર્ષ અને એક દીકરાની પિતા માટેની એવી તડપ જે પથ્થર દિલના માણસની આંખમાં પણ પાણી લાવવા મજબૂર કરી દેશે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 