સમીના બાસ્પા ગામે ભંગારનાં વાડામાં લાગી ભીષણ આગ …
ગેસ વેલ્ડિંગ કરતા લાગી આગ
ભંગારના વાડામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો..
બાસ્પા હાઇવે ચાર રસ્તા નજીક આવેલા ભંગારના વાડામાં અચાનક આગ ભભૂકી ઉઠી..
પ્લાસ્ટિક, ટાયર અને અન્ય જ્વલનશીલ સામાન આગની ઝપેટમાં આવતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું..
આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો..
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા..
ભારે જહેમત અને સમયસૂચકતાથી આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી..
આગમાં ભંગારનો મોટો જથ્થો બળીને ખાખ થયો હોવાનું સામે આવ્યું..
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો..
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ પાટણ
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 