>
Monday, May 25, 2026

વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી કરાઈ

વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી કરાઈ

 

વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉrપપ્રમુખ બિનહરીફ અને સર્વાનુમતે નક્કી

 

ભાજપે મેન્ડેટ જાહેર કરતાં કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ

 

વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા બિનહરીફ અને સર્વાનુમતે નક્કી થતાં તાલુકા ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ જયંતીભાઈ પટેલ (પાટીદાર), કુબાધરોલ, ઉપપ્રમુખ તરીકે શ્રીમતી શીતલબેન જયદીપસિંહ કુંપાવત, રહેડા સીટ, કારોબારી અધ્યક્ષ તરીકે શ્રી અરવિંદભાઈ માવજીભાઈ દેસાઈ, હાથરવા સીટ, પક્ષના નેતા તરીકે શ્રીમતી નીતાબેન રાજેન્દ્રકુમાર પટેલ, ચુલ્લા સીટ તથા દંડક તરીકે શ્રી સરદારજી હુરાજી મકવાણા, ગાજીપુર સીટ ના નામો જાહેર કરવામાં આવ્યા હતા.

 

જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી વડાલી તાલુકાના પ્રભારી શ્રી સુરેશભાઈ પટેલ તથા સહ-પ્રભારી શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલ આ મેન્ડેટ લઈને વડાલી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં વડાલી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, મહામંત્રી શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી ડાયાભાઈ ઠાકોર સહિત તાલુકા અને જિલ્લા ભાજપના આગેવાનો, સદસ્યો તથા કાર્યકરોની ઉપસ્થિતિમાં આ મેન્ડેટ સર્વમાન્ય રીતે સ્વીકારવામાં આવ્યો હતો.

 

ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારી ફોર્મ તાલુકા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે ભરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

 

ખાસ નોંધનીય બાબત એ રહી હતી કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારનો નાનો પણ વિવાદ કે મતભેદ સર્જાયા વગર સર્વાનુમતે અને સંપૂર્ણ સુમેળ સાથે કાર્ય પૂર્ણ થયું હતું, જેને સ્થાનિક રાજકીય વર્તુળોમાં એક ઉત્તમ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત દરેક સદસ્યો અને કાર્યકરોએ એકબીજાને આનંદપૂર્વક ભેટી શુભેચ્છાઓ પાઠવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં સંગઠનની એકતા, સૌહાર્દ અને ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

 

સ્થાનિક આગેવાનો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે નવી ટીમના નેતૃત્વ હેઠળ વડાલી તાલુકામાં વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે અને લોકહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે.

 

“ભારત માતા કી જય” ના નાદ સાથે કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores