>
Friday, May 29, 2026

ઇડર-વડાલી હાઇવે પર બાયો-મેડિકલ વેસ્ટ.. 

ઇડર-વડાલી હાઇવે પર બાયો-મેડિકલ વેસ્ટ..

 

એક ભારત ન્યુઝ ચેનલ ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું.

 

એક ભારત ન્યુઝ ના અહેવાલ ની ધારદાર અસર ..

 

ઇડર-વડાલી હાઇવે પર જેતપુર ગામ નજીક ખુલ્લામાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે અત્યંત જોખમી બાયો-મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો. અમારા એક ભારત ન્યુઝ દ્વારા આ ગંભીર લાપરવાહી અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરાતા જ સ્થાનિક વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતની એજન્સીઓ સક્રિય બની હતી.

અહેવાલના ગંભીર પ્રત્યાઘાતો પડતાં ઉચ્ચ અધિકારીઓએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો હતો. તેમના કડક આદેશના પગલે તંત્રની સંયુક્ત ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

લોકોના આરોગ્ય સાથે થતા આ ગંભીર ખિલવાડને રોકવા માટે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. ઘટનાસ્થળેથી કબ્જે કરાયેલા તમામ મેડિકલ વેસ્ટને ખાસ સુરક્ષિત (બાયો-હેઝાર્ડ) કોથળીઓમાં કડક પ્રોટોકોલ હેઠળ પેક કરવામાં આવ્યો હતો.

આ વેસ્ટને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ખાસ ઓથોરાઇઝ્ડ પ્લાન્ટ ખાતે રવાના કરી દેવાયો હતો

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores