>
Saturday, June 6, 2026

બનાસકાંઠાના કાકવાડા ગામે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો.

બનાસકાંઠાના કાકવાડા ગામે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો.

 

જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખીને ટકાઉ વિકાસના પરિપેક્ષમાં આગળ વધવાના ઉદેશ્યથી અમીરગઢ તાલુકાના કાકવાડા ગ્રામ પંચાયતની અધ્યક્ષતામાં મહાદેવ મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ જાગૃતિ ઉજવણી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો,

પ્રસ્તુત કાર્યક્રમ રિલાયન્સ ફાઉન્ડેશન અને રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ દ્વારા જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસ પ્રવૃત્તિને વેગ આપવાના ઉદ્દેશ્યથી પર્યાવરણ દિન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધનમાં બી.ડી કટારીયા મામલતદાર સાહેબ દ્વારા પર્યાવરણીય વિકાસ સંદર્ભમાં વૃક્ષારોપણની સાથે સાથે ખેતીમાં પણ બદલાવ લાવવાનો અનુરોધ કર્યો હતો,

 

પ્રસ્તુત કાર્યક્રમમાં સહભાગી શ્રી ધવલભાઈ જોશી મદદનીશ ખેતી નિયામક તાલીમ આત્મા દ્વારા પ્લાસ્ટિકની પર્યાવરણ પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી તેનો નહિવત ઉપયોગ કરવાનો અનુરોધ કરી પ્લાટેશન કરેલ વૃક્ષોને ગ્રામ પંચાયત દ્વારા જાળવણીની જવાબદારીનો અનુરોધ કરી જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસ અંગેનું આયોજન પર ભાર મુક્યો હતો સાથે સાથે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા ખેતી કરવા અંગે સમજ આપવાનો પ્રયત્ન કર્યો હતો

કાર્યક્રમમાં સામાજિક વન વિભાગના આર.એફ.ઓ શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વન વિભાગની વિવિધ યોજનાઓ દ્વારા પર્યાવરણીય પ્રવુતિ અંગે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો હતો

 

અમીરગઢ વિસ્તરણ અધિકારી ખેતીશ્રી આશિષભાઇ દ્વારા પર્યાવરણ ને ધ્યાનમાં રાખીને ખેતી પદ્ધતિ અંગે સમજ આપી રાસાયણિક ખાતર નો નહિવત ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

 

કાર્યક્રમના અંતમાં સહભાગી અધિકારીઓ દ્વારા ઘર દીઠ રોપા ઉછેર ની જવાબદારી સાથે 300 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું

 

વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ગામના અવાંડા ની સફાઈ કરીને પર્યાવરણીય વિષયક કાળજી સકલ્પ લેવામાં આવ્યો હતો

 

કાર્યક્રમને સફળ બનાવવા આત્મા, સામાજિક વનીકરણ વિભાગ, રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ અને રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ તથા કાકવાડા ગામના 250 જેટલા પર્યાવરણીય પ્રેમી લોકો સહભાગી થઈને કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.

કાર્યક્રમને અંતે ચેતનભાઈ joshi દ્વારા સહભાગી અધિકારી, પદાધિકારીઓ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત ગામલોકોના આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ બનાસકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores