વડાલી પોલીસે 5 ચોરીના બાઈક સાથે આરોપીને 1,10,000 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો
વડાલી પોલીસે ગુજરાત અને રાજસ્થાન રાજ્યના 5 ચોરીના બાઈક સાથે બાઈક ચોરીના કુલ બે ગુન્હા ઓ ડિટેક્ટ કરી એક લાખ દસ હજારનો મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો
વડાલી પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.આર પઢેરિયા તથા પીએસઆઇ કે એલ જાડેજા અને તેમની ટીમ ના માણસો તપાસમાં હતા ત્યારે તારીખ 11/06/ 2026 ના રોજ વડાલી તાલુકાના જામનગર ચોકડી પાસે હાઈવે રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક નંબર પ્લેટ વગરની હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચાલકની શંકાસ્પદ રીતે ચલાવી ને લઈ આવતા ઈસમને મોટરસાયકલ સાથે રોકી તેની પાસે મોટરસાયકલ ના કાગળ માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા હોય ઈસમનું નામ સરનામું પૂછતા પ્રકાશકુમાર નાકારામ ગરાસીયા ઉંમર. વર્ષ 19 રહે. જોગીવાડ તાલુકો. કોટડા જીલ્લો. ઉદેપુર રાજસ્થાન હોવાનું ગભરાયેલી હાલતમાં જણાવ્યું તેમ જ ઈસમને અંગજડતી કરતા કોઈ ચીજ વસ્તુ મળી આવેલ નહીં જેથી ઈસમ પાસેથી મોટરસાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કાળા કલરની નંબર પ્લેટ વગરની જેનો એ ન HA11E8P4A06300 તથા ચે. ન.MBL HAW 237P4103283 નો જણાય છે જે મોટરસાયકલ બાબતે ઈસમ પાસે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવતા મોટરસાયકલ ના એન્જિન ચેચીસ નંબર ને ટેકનિકલ સર્વેલન્સ આધારિત મોટરસાયકલ નો નંબર ચેક કરતા જેનો નંબર RJ-38-SF-9227 નો જણાવેલ જે મોટરસાયકલ રાજસ્થાન રાજ્યના શિહોરી જિલ્લાના શીવગંજ પોલીસ સ્ટેશન એફ આઈ આર નંબર 0145/2026 ભારતીય ન્યાય સહિતા 2023 ની કલમ 303 (2) મુજબ તારીખ 2/ 6/ 2026ના રોજ ચોરીમાં ગયેલ હોય હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કાળા કલર નું મોટરસાયકલ નંબર RJ -38-SF-9227 ની કિંમત 20,000 ગણી તપાસ માટે કબજે કરવામાં આવી અને પકડાયેલ આરોપીને વડાલી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા બીજા મોટરસાયકલ મળી આવેલ છે
1.RJ -38-SF-9227 HERO SPLENDOR PLUS.
2.GJ-02-CN-2542 HERO SPLENDOR PLUS
3.GJ-09-DR-8498 HERO SPLENDOR PLUS
4. RJ -27-BY-9626 હીરો એચ એફ ડીલક્ષ
5. RJ -27-BB-8653 HERO SPLENDOR PLUS
પકડાયેલ આરોપી..
પ્રકાશકુમાર નાકારામ ગરાસીયા ઉમર વર્ષ 19 રહે. જોગીવાડ તાલુકો. કોટડા જીલ્લો. ઉદેપુર. (૨રાજસ્થાન)
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


