વડાપ્રધાનના રાષ્ટ્રનિર્માણના ૧૨ વર્ષ સુવર્ણ અક્ષરે લખાશે : જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા મહામંત્રી રવિ માકડીયા
પ્રધાનમંત્રી નો સૌથી લાંબો સમયગાળો ધરાવતા મોદી પ્રથમ બીન કોંગ્રેસી બન્યા
(જગદીશ રાઠોડ દ્વારા). ઉપલેટા તા. ૧૨
દેશના રાજકીય ઇતિહાસમાં સૌથી લાંબો સતત કાર્યકાળ ધરાવતા બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ એક ઐતિહાસિક કીર્તિમાન સ્થાપ્યું છે ગરીબ કલ્યાણ, સુશાસન, સાંસ્કૃતિક પુનજાગરણ અને આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સંકલ્પ સાથે છેલ્લા 12 વર્ષમાં દેશને નવી દિશા અને નવી ગતિ આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા તથા જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા એ તેમને શુભેચ્છાઓ પાઠવતા જણાવેલ કે છેલ્લા 12 વર્ષમાં મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અમલમાં મુકાયેલી જન કલ્યાણકારી યોજનાઓ એ દેશના વિકાસનો નવો અધ્યાય રચ્યો છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે વડાપ્રધાને અંત્યોદયના વિચારને વાસ્તવિકતા બનાવી સમાજના અંતિમ છેવાડે રહેલા વ્યક્તિ સુધી વિકાસના લાભો પહોંચાડ્યા છે તેમણે જણાવેલ હતું કે પ્રધાનમંત્રી જન ધન યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી આવાસ યોજના જલ જીવન મિશન સ્વચ્છ ભારત મિશન અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી યોજનાઓ દ્વારા કરોડો પરિવારના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે આજે ગરીબોને મફત અનાજ આરોગ્ય સુરક્ષા ગેસ કનેક્શન આવાસ અને પીવાનું શુદ્ધ પાણી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બની છે બને એ વધુમાં જણાવેલ કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે વર્ષ 2014 ની સરખામણીએ ડિજિટલ પેમેન્ટ્સ માં વિસ્ફોટક વધારો નોંધાયો છે દેશના બંદરોની ક્ષમતા ત્રણ ગણી થી વધુ થઈ છે એરપોર્ટની સંખ્યા 74 થી વધીને 160 થી વધુ થઈ છે જ્યારે એક્સપ્રેસ વે નેટવર્ક અને મેટ્રો રેલ વ્યવસ્થામાં અનેક ઘણો વધારો થયો છે રેલવે વિદ્યુતકરણ ગેસ પાઇપલાઇન વીજ ઉત્પાદન સોલાર ઉર્જા અને ઈલેક્ટ્રીક વાહન ચાર્જિંગ ઇનફાસ્ટ્રક્ચરમાં પણ ભારતે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ સેમિકન્ડક્ટર ક્ષેત્ર અને સરક્ષણ નિકાસમાં દેશે નવા કીર્તિમાનો સ્થાપ્યા છે તેવું અંતમાં જણાવેલ હતું.
રિપોર્ટ નીલમ રાઠોડ ઉપલેટા


