>
Saturday, June 13, 2026

કુવાડવા રોડ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર

 

 

કુવાડવા રોડ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર

 

તા:૧૨/૦૬/૨૦૨૬

 

છેલ્લા ૧૫ વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામા નાસતા-ફરતા આરોપીને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી કુવાડવા રોડ પોલીસ

 

મ્હે. પોલીસ કમીશ્નર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ તથા અધિક પોલીસ કમીશ્નર શ્રી ચૈતન્ય માંડલીક સાહેબ તથા ઇ.નાયબ પોલીસ કમીશ્નર શ્રી રાકેશ દેસાઇ સાહેબ (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમીશ્નર શ્રી વી.બી.જાડેજા સાહેબ (ઉત્તર વિભાગ) નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ખાસ સુચના આપેલ હોય

 

રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.- ૧૭૯/૨૦૧૧ પ્રોહી એકટ કલમ- ૬૬(૧)બી,૬પઇ,૮૧ મુજબના કામેના આરોપી વિનોદભાઇ હમીરભાઇ ઓતરાદી રહે. ચીરોડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા વિરૂધ્ધ નામદાર કોર્ટ તરફથી સી.આર.પી.સી કલમ ૭૦ મુજબનુ પકડવાનુ વોરંટ ઇસ્યુ કરેલ હોય અને સદરહુ આરોપી ઉપરોકત ગુન્હામા છેલ્લા ૧૫ વર્ષથી નાસતા-ફરતા હોય

 

જેથી અમો પોલીસ ઇન્સપેક્ટર વી.આર.વસાવા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ એ.એ.બ્લોચ સા.ની રાહબરી હેઠળ ગઇ તા:- ૧૧/૦૬/૨૦૨૬ ના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસો હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ એનાલીસ આધારે ઉપરોકત આરોપીને પકડવા બાબતે સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. મહેશભાઇ રબારી તથા પો.કોન્સ. જયપાલભાઇ બરાળીયા તથા પો.કોન્સ. ભરતભાઇ ઘેડ નાઓને મળેલ સયુંકત અને સચોટ હકિકત આધારે ઉપરોકત નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

પકડાયેલ તહોમતદાર-

 

૧ વિનોદભાઇ હમીરભાઇ ઓતરાદી-કોળી ઉ.વ.૩૯ રહે.ચીરોડા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર

 

પકડવાનો બાકી ગુન્હો –

 

કુવાડવા રોડ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.- ૧૭૯/૨૦૧૧ પ્રોહી એકટ કલમ- ૬૬(૧)બી,૬પઇ,૮૧ મુજબ

 

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ –

 

પોલીસ ઇન્સ્પેકટર વી.આર.વસાવા તથા પો.સબ.ઇન્સ. એ.એ.બ્લોચ તથા એ.એસ.આઇ. ખોડુભા જાડેજા તથા પો.હેડ.કોન્સ. મહેશભાઇ રબારી તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા કુશલભાઇ જોશી તથા જયદીપભાઇ ધોળકીયા તથા મેહુલસિંહ ચુડાસમા તથા જયપાલભાઇ બરાળીયા તથા ભરતભાઇ ઘેડ તથા પિન્ટુભાઇ હીરપરા તથા અરવિંદસિંહ ગોહિલ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.રિપોર્ટર = કમલેશભાઈ અમરેલીયા રાજકોટ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores