>
Saturday, June 13, 2026

વડાલી તાલુકા ભાજપ દ્વારા નાદરી ગામમાં સ્વચ્છતા અભિયાન યોજાયું.

વડાલી તાલુકા ભાજપ દ્વારા નાદરી ગામમાં સ્વચ્છતા અભિયાન યોજાયું.

 

શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના અવિરત 12વર્ષ વિશ્વાસ,વિકાસ અને જનકલ્યાણના કાર્યક્રમની ઉજવણી

 

નાદરી તાલૂકા પંચાયત સીટ ના નાદરી ગામ ખાતે સ્વચ્છ અને સુંદર ગામ સંકલ્પને સાકાર કરવા સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ અભિયાનમાં તાલુકા સંગઠન મહામંત્રી ગિરિશભાઈ બ્રહ્મભટ્ટ તથા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ દેસાઈ તથા તાલુકા સદસ્ય છાયાબેન પરમાર તથા યુવા મોરચા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ તથા વીર મહારાજ મંદિર ટ્રસ્ટ પ્રમુખ શ્રી બેચરભાઈ પટેલ તથા શ્રી સુભાષભાઈ પરમાર તથા શ્રી ગરુડે શ્વર મંદિર ના મહંતશ્રી તથા મોટી સંખ્યામાં નાદરી ગામ ના ભાઈ બહેનો એ મળી નાદરી ગામે પૌરાણિક મંદિર ના જાહેર ચોકમાં સફાઈ કરી. આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores