વડાલી નગરપાલિકાની ડમ્પીંગ સાઈડ માં આગ નો બનાવ બન્યો
વડાલી નગરપાલિકા ની ડમ્પીંગ સાઈડ માં બપોરના સમયે આગ લાગી
વડાલી નગરપાલિકાની ડમ્પીંગ સાઈડ યુનિવર્સિટી પાછળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ

ડમ્પીંગ સાઈડમાં આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા
વડાલી નગરપાલિકાની ફાયર ટીમને સમાચાર મળતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો પરંતુ આગ વધુ પડતી ફેલાઈ હોવાથી ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર ફાઈટર ને જાણ કરાઈ
વડાલી નગરપાલિકાની ફાયર ફાઈટર તેમજ ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર ફાઈટર ની સંયુક્ત ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર ભારે જહમત બાદ કાબુ મેળવ્યો હતો

વડાલીની ડમ્પીંગ સાઈડમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું
આગની ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર નથી
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


