ખેડબ્રહ્મા તાલુકાના તાંદલીયા કંપા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે તા. 24/06/2026 ના રોજ તાંદલીયા કંપા પ્રાથમિક શાળા ખાતે જેટકોના અધિક્ષક ઇજનેર શ્રી એચ પી પટેલ ના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ નિમિત્તે 17 જેટલા વિદ્યાર્થી બાળકોએ પ્રવેશ લીધો હતો
અને બાળકોને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરવા પર ભાર મુકેલ હતો અને ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના એક થી ત્રણ નંબરને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ હતા આ પ્રસંગે ગામ આગેવાન ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના મંત્રીશ્રી અરવિંદભાઈ એ રામજીયાણી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતીભાઈ ડામોર કરેલ હતું
અંતમાં વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો હતો
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


