>
Thursday, June 25, 2026

દામાવાસ કંપા ની શ્રી એનપી ધોળું જ્ઞાન તીર્થ અને શ્રીમતી આર.એમ માંકાણી શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

દામાવાસ કંપા ની શ્રી એનપી ધોળું જ્ઞાન તીર્થ અને શ્રીમતી આર.એમ માંકાણી શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

 

ખેડબ્રહ્મા તાલુકા ના દામાવાસકંપા ની શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળ સંચાલિત શ્રી એન.પી. ધોળુ જ્ઞાનતીર્થ અને શ્રીમતી આર.એમ માંકાણી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ના પટાંગણ માં શ્રી બી કે પ્રજાપતિ સાહેબ, પ્રિન્સિપાલ આઈ.ટી.આઈ ખેડબ્રહ્મા ની અધ્યક્ષતામાં પ્રગતિ નો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. જેમાં દેવી નગર પ્રાથમિક શાળા, દામાવાસ કંપા આદર્શ પ્રાથમિક શાળા અને વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ-૬, ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના નવીન નામાંકન થયેલ વિદ્યાર્થીઓ ને કીટ આપી ઉત્સાહભેર આવકારવામાં આવ્યા

. સૌપ્રથમ મહેમાનોનુ શબ્દોથી સ્વાગત અને આવકાર વિદ્યાલય ના આચાર્ય શ્રી દિપેશભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં વાલીગણ, ગ્રામજનો અને શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળના ટ્રસ્ટીગણ ઉપ પ્રમુખશ્રી માવજીભાઈ એચ પટેલ, ટ્રસ્ટીશ્રી વિઠ્ઠલભાઈ એસ પટેલ, શ્રી દિનેશભાઈ પી પટેલ અને શ્રી દેવજીભાઈ આર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધોરણ 9 માં કુલ 67 વિદ્યાર્થીઓ અને ધોરણ 11 માં 38 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી એ પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ અને શિક્ષણની મહત્તા વિશે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. આ સાથે રોડ સેફ્ટી ના સંકલ્પ ઉપસ્થિત દરેકને લેવડાવવામાં આવ્યા અને ટ્રાફિક ના નિયમો વિશે માહિતગાર કરી જાગૃત કરવામાં આવ્યા.

અંતે દામાવાસ કંપા આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રામભાઈ સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. આ સાથે વૃક્ષારોપણ કર્યા બાદ એસ.એમ.સી તેમજ એસ.એમ.ડી.સી ની મીટીંગ માં વિદ્યાર્થીઓના અભ્યાસકીય બાબતે અને યોગ્ય સવલતો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આમ આ કાર્યક્રમ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores