>
Sunday, June 28, 2026

મહેસાણા તાલુકાના લાંઘણજ ક્લસ્ટર સી.આર.સી. ની શાળાઓમાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ ૨૦૨૬’ કાર્યક્રમ યોજાયો.

મહેસાણા તાલુકાના લાંઘણજ ક્લસ્ટર સી.આર.સી. ની શાળાઓમાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ ૨૦૨૬’ કાર્યક્રમ યોજાયો.

 

‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત ‘પ્રગતિનો પ્રવેશોત્સવ: ૨૦૨૬-‘૨૭ કાર્યક્રમ તા.૨૪-૨૫ જૂન ૨૦૨૬ ના રોજ લાંઘણજ ક્લસ્ટરની રણછોડપુરા, લાંઘણજ કુમાર-કન્યા-મિશ્ર પ્રા.શાળા, ધી યુનિયન હાઈ.લાંઘણજ, હાડવી, વડસ્મા કુમાર-કન્યા પ્રા.શાળા તથા વડસ્મા હાઈસ્કૂલ મુકામે યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે મહેસાણાના ટી.ડી.ઓ. આશિષકુમાર કે. પટેલ, નાયબ ટી.ડી.ઓ. પરેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમના શુભહસ્તે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ તેમજ ૯ અને ૧૧ માં નવીન પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી ભાવભીનો શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાંઘણજ સીટના જિલ્લા પંચાયત સદસ્ય ફાલ્ગુનીબેન પટેલ, મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, મહેસાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શાંતાબેન ચૌધરી, મહેસાણા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ, લાંઘણજ સીટના તાલુકા સદસ્ય પરીનભાઈ પટેલ, વડસ્મા સીટના તાલુકા પંચાયત સદસ્ય સોનલબેન કે. ચાવડા, મહેસાણાના બી.આર.સી.કો.ઓ. ઈલિયાસભાઈ મનસુરી,લાંઘણજના સી.આર.સી.કો.ઓ. કૌશલકુમાર એ. સુથાર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો, દાતાશ્રીઓ અને ઉત્સાહી બાળકો જોડાયા હતા અને સમગ્ર માહોલ શિક્ષણમય બની રહ્યો હતો.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ મહેસાણા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores