ખેડબ્રહ્મા વણઝારા સમાજ આયોજિત ભોજન – ભજન સત્સંગ સમારંભ યોજાયો.

વણઝારા સમાજના બ્રહ્મલીન સંતશ્રી શંકર ભગતની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સોમવારની સાંજે નિષ્કલંકી ધામ નખત્રાણા કચ્છના મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ, જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્માના પૂર્વ આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ તથા સાધ્વી શ્રી હંસાબા ઉપસ્થિત રહી અને જ્ઞાનની સરવાણી પીરસેલ. સમગ્ર સમાજ અને હરિભક્તો માટે ભોજનની વ્યવસ્થા લક્ષ્મી હોમ સોલ્યુસન, ખેડબ્રહ્માના નરસિંહભાઈ પટેલ અને સુરેશભાઈ સાહેબ તરફથી કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છી સમાજ પ્રમુખશ્રી રવજીભાઈ પટેલ અને દેવજીભાઈ માળી તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજીથી પધારેલ સંગીત વૃંદ દ્વારા ખૂબ આરાધી ભજનો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. વણઝારા સમાજ આગેવાન શ્રી હેમભાઇએ સૌનો આભાર માન્યો હતો.
બ્યુરો રિપોર્ટ ..વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


