ઉપલેટા વોર્ડ ત્રણના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા એ તેમના વોર્ડમાં કાદવ કિચન દૂર કરાવી જી યુ ડી સી ના માધ્યમથી મોરમ પથરાવી તાત્કાલિક લોકોની સમસ્યા દૂર કરી
ઉપલેટા તા. ૨૪
અહીંના વોર્ડ નંબર ત્રણ ના લોકપ્રિય સદસ્ય અને સ્કૂલ બોર્ડ વાઈસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા એ તેમના વોર્ડના ટોલિયા રોડ અને વાલ્મિકી વાસમાં વરસાદના કારણે કાદવ કિચડ નું સામ્રાજ્ય થતાં આ વિસ્તારના લોકો અને વેપારીઓને ખૂબ જ મુશ્કેલી પડતી હતી તેને ધ્યાને લઈને ચંદ્રપાલસિંહ જાડેજા એ તાત્કાલિક કાદવ કિચડ દૂર કરાવી જી યુ ડી સી ના માધ્યમથી મોરમ ગ્રીડ પથરાવી લોકોની સમસ્યા હલ કરેલ હતી આ તકે રહેવાસીઓએ તેમની આવી ઝડપી કામગીરીની નોંધ લઇ સરાહના કરેલ હતી.
રિપોર્ટ : નિલમ ભોલુ રાઠોડ ઉપલેટા. Mo. 98256 32765


