ખેડબ્રહ્મા ની પવિત્ર હરણાવ નદીમાં નવા નીર આવતા ન.પાલિકાના પ્રમુખે વધામણા કર્યા..
ખેડબ્રહ્મા તાલુકા તેમજ ઉપરવાસના વિસ્તારોમાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે ખેડબ્રહ્મા શહેરની જીવાદોરી સમાન હરણાવ નદીમાં નવા નીર આવતા ખેડબ્રહ્મા નગર પાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી,ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી ચેરમેન નિકુંજ રાવલ, ચીફ ઓફિસ હિતેશભાઈ પટેલ, તુષારભાઈ પટેલ, પ્રવિણસિંહ સોલંકી અનિલ વણઝારા, દિલીપ જૈન, લતાબેન ભાવસાર વગેરે પાલિકાના સદસ્યો હાજર રહીને હરણાવ નદીને શ્રીફળ ,ચૂંદડી, કંકુ, ચોખા સાડીથી વધામણા કર્યા હતા.
ઉપરવાસમાં સતત વરસાદ વરસતા હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. નદીમાં નવા નીર આવતાં નદીકાંઠે મનોહર દૃશ્યો સર્જાયા હતા, જે ને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને યુવાનો ઉમટી પડયા હતા.હરણાવ નદીમાં પાણીની આવકથી ખેડૂતોમાં પણ આશાનું નવું કિરણ જાગયુ છે.
વરસાદના કારણે ખેતરોમાં વાવેતર અને પાકને જીવનદાન મળવાની આશા વ્યકત કરવામાં આવી રહી છે.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


