>
Sunday, July 26, 2026

વડાલી તાલુકાના રહેડા અને હિંમતપુર માં એક જ રાતમાં ત્રણ બાઈકની ચોરી..

વડાલી તાલુકાના રહેડા અને હિંમતપુર માં એક જ રાતમાં ત્રણ બાઈકની ચોરી..

 

ત્રણ બાઈકની ચોરી થતા પંથકમાં ચકચાર મચી…

 

વડાલીના રહેડા અને હિંમતપુરમાં એક જ રાતમાં ઘર આગળ પાર્ક કરેલી 3 બાઇક ચોરાયા હતા. ચોરીની ઘટનાના સીસીટીવીમાં બે શખ્સો બાઈક ચોરી કરતાં કેદ થયા છે, જેના આધારે વડાલી પોલીસે તપાસ શરૂ કરી છે. રહેડાના પટેલ જશવંતભાઈ ભીખાભાઈએ પોતાની બાઇક નં. GJ-09-DH-2445 ઘર આગળ પાર્ક કરી હતી. તે જ ગામના હેતનભાઈ ભોગીભાઈ પટેલે પણ પોતાની બાઇક નં. GJ-09-DK-4821) ઘર આંગણે ઉભી રાખી હતી. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ આ બંને બાઇકની ચોરી કરી હતી. ઉપરાંત હિંમતપુરના કમલેશભાઈ નારાયણભાઈ પટેલની બાઇક નં.GJ-18-AD-8642) પણ ઘર બહારથી બે અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયા હતા.

 

નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતાં બે શખ્સો બાઇક ચોરી કરીને લઈ જતાં નજરે પડ્યા હતા.બાઈકના માલિકો જશવંતભાઈ ભીખાભાઈ પટેલ, હેતનભાઈ ભોગીભાઈ પટેલ તથા કમલેશભાઈ નારાયણભાઈ પટેલે વડાલી પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores