>
Sunday, August 2, 2026

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આંતરિક ફેર બદલી કરાઈ

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આંતરિક ફેર બદલી કરાઈ..

 

જિલ્લાના ૧૧૫ કર્મચારીઓની વહીવટી બદલીઓ કરાઈ..

 

સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી સરળતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મોટા પાયે બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા (SP) ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જાહેરહિતને ધ્યાને રાખીને એકસાથે ૧૧૫ પોલીસ કર્મચારીઓની અંતરિક બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે.

 

મળતી માહિતી મુજબ, જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો, પોલીસ કચેરીઓ તેમજ અલગ-અલગ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની નિમણૂક નવી જગ્યાઓ પર કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અથવા વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ફેરબદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નવી જગ્યાએ ફરજ સંભાળવા કર્મચારીઓ ઉત્સાહિત

 

SP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના આદેશ બાદ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચા સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બદલી પામેલા તમામ પોલીસ કર્મચારીઓ ત્વરિત અસરથી પોતાની નવી જગ્યાએ ચાર્જ સંભાળવા માટે તૈયાર થઈ ગયા છે.

 

વહીવટી કામગીરીને નવી ઝડપ મળશે

 

સાબરકાંઠા પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યાપક બદલીઓથી જિલ્લામાં વહીવટી કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે. તેમજ ગુનાખોરી નિયંત્રણ અને પ્રજાલક્ષી સેવાઓમાં પણ સુધારો જોવા મળશે.

 

બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores