>
Wednesday, August 5, 2026

હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે પર્યાવરણ સંભાર સમિતિ એક વિચાર સાથે બનાવવામાં આવી હતી અને ત્યારબાદ સમયાંતરે અલગ અલગ કાર્યક્રમો થકી પર્યાવરણ બચાવવા માટે કામગીરી કરવામાં આવી હતી

હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે પર્યાવરણ સંભાર સમિતિ એક વિચાર સાથે બનાવવામાં આવી હતી અને ત્યારબાદ સમયાંતરે અલગ અલગ કાર્યક્રમો થકી પર્યાવરણ બચાવવા માટે કામગીરી કરવામાં આવી હતી જેના પરિણામે એક વર્ષ જેટલો સમય વીત્યા બાદ ગામોમાં અને ગામની સીમમાં હજારો વૃક્ષો તૈયાર જોવા મળી રહ્યા છે જો કે આ સાથે જ આસપાસના 40 જેટલા ગામોમાં પણ આ જ પ્રકારે પર્યાવરણનું જતન થાય તે માટે નું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન રાજ્ય સરકારથી લઈ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટે સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા મધ્યસ્થી બને તે માટે ગઢોડા ગામની મુલાકાતે બોલાવવામાં આવ્યા હતા તેઓએ છેલ્લા એક વર્ષની અંદર થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ તેનું નિરીક્ષણ પણ કર્યું હતું આ સાથે જ પર્યાવરણ સમિતિના સભ્ય દ્વારા આગામી દિવસોમાં 40 જેટલા ગામોમાં પર્યાવરણ માટે જે કામગીરી કરવા માંગે છે અને જેનું આયોજન કરવામાં આવ્યું છે તે આયોજન સરકાર સુધી પહોંચાડવામાં આવે તે માટે તેઓને રજૂઆત કરવામાં આવી હતી અને તેઓ દ્વારા પણ આ તબક્કે ગ્રામજનોને અને પર્યાવરણ સમિતિને ખાતરી આપવામાં આવી હતી કે તેઓ કેન્દ્રીય તેમજ રાજ્ય કક્ષાના પ્રતિનિધિઓ અને પર્યાવરણ સાથે સંલગ્ન અધિકારી તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા કરી ગ્રામજનો તેમ જ પર્યાવરણ સમિતિ નો વિચાર સમગ્ર ગુજરાત તેમજ દેશમાં અમલમાં મૂકવા માટેનું પ્રસ્તાવ રજૂ કરવાની ખાતરી આપી હતી આજે ગરુડા ખાતે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ જે.ડી પટેલ, ગામના સરપંચ અશ્વિનભાઈ પટેલ ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ પર્યાવરણ સમિતિના અધ્યક્ષ નવનીતભાઈ પટેલ સહિત પર્યાવરણ સમિતિ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા

રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores