>
Wednesday, August 19, 2026

વડાલી પોલીસે 3 વર્ષથી ફરાર ભાગેડુ આરોપીને ઝડપ્યો..

વડાલી પોલીસે 3 વર્ષથી ફરાર ભાગેડુ આરોપીને ઝડપ્યો..

 

સાબરકાંઠા જિલ્લામાં વડાલી પોલીસે ચોરીના 7 ગુનાનો આરોપી અંબાજી નજીકથી ઝડપાયો..

 

સાબરકાંઠા જિલ્લાના વડાલી, પ્રાંતિજ, ચિઠોડા તથા મહેસાણા જિલ્લાના સતલાસણા અને બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘર ફોડ ચોરીના કુલ સાત ગુના નોંધાવનાર અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી વડાલી પોલીસે ઝડપી પાડ્યો છે.

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ ચાવડા (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS)ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના અપાઈ હતી. વિભાગીય પોલીસ અધિકારી સ્મીત ગોહિલના માર્ગદર્શન હેઠળ વડાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.ચૌધરીની ટીમે આ દિશામાં સતત તપાસ હાથ ધરી હતી.

 

વડાલી પોલીસ સ્ટેશનમાં તા.૧૩/૦૮/૨૦૨૫ના રોજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૩૧(૪) ૩૦૫(એ)(૫૪) મુજબ નોંધાયેલા ગુનાનો આરોપી એક વર્ષથી નાસતો ફરતો હતો. તા. ૧૮/૦૮/૨૦૨૬ના રોજ ધરોઈ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહેલા વિજિલન્સ સ્ટાફ — આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિષ્ણુસિંહ લક્ષ્મણસિંહ (બ.નં.૨૬૪), આસિ. હેડ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ (બ.નં.૩૫૪), આસિ. પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ જગતસિંહ (બ.નં.૭૭૩) અને દિનેશભાઈ નારણભાઈ (બ.નં.૧૦૭૧)ને બાતમી મળી કે અંબાજી તરફથી ધરોઈ ત્રણ રસ્તા તરફ આવી રહેલી એક ઇકો ગાડીમાં એક શંકાસ્પદ ઇસમ બેઠો છે.

 

બાતમીના આધારે પોલીસે ગાડી રોકી, શંકાસ્પદ ઇસમને નીચે ઉતારી પૂછપરછ કરી. ઇસમે પોતાનું નામ બાલિયાભાઈ મનસરિયાભાઈ નટ (ઉંમર ૫૦), રહે. કુંભારિયા નટવાસ, અંબાજી, તા. દાંતા, જિ. બનાસકાંઠા હોવાનું જણાવ્યું. ઓળખના પુરાવા ચકાસી અને રેકોર્ડ તપાસ કરતાં તે વડાલી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી હોવાનું બહાર આવ્યું, અને તેને ઝડપી લેવાયો.અન્ય છ ગુનામાં પણ વોન્ટેડ આરોપી બાલિયાભાઈ મનસરિયાભાઈ નટ સામે અન્ય 6 ગુના પણ નોંધાયેલા છે..

 

આમ કુલ 7 ઘર ફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પોલીસે મોટી સફળતા મેળવી છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores