>
Thursday, August 20, 2026

વડાલી કોલેજની વિદ્યાર્થિની પૂજા જોષી નેશનલ ચેસ સ્પર્ધા માટે પસંદગી પામી

વડાલી કોલેજની વિદ્યાર્થિની પૂજા જોષી નેશનલ ચેસ સ્પર્ધા માટે પસંદગી પામી

 

વડાલી શહેર ની શેઠ બી.સી. શાહ આર્ટ્સ કોલેજની તેજસ્વી વિદ્યાર્થિની પૂજા ઋષિકેશભાઈ જોષીએ ચેસ ક્ષેત્રે અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરીને સંસ્થા તેમજ સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. તેણીએ સતત ત્રીજા વર્ષે નેશનલ લેવલ ઈન્ટર યુનિવર્સિટી ચેસ ટીમમાં સ્થાન મેળવ્યું છે.

સ્પર્ધા દરમિયાન શાનદાર વ્યૂહરચના અને રમતનું પ્રદર્શન કરતાં પૂજા જોષીએ ચારમાંથી ચાર રાઉન્ડમાં વિજય મેળવ્યો હતો. તેના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના બળે સમગ્ર ટીમે ચોથું સ્થાન મેળવી નોંધપાત્ર સફળતા નોંધાવી છે. સતત ત્રીજી વાર રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી સંસ્થાનું ગૌરવ વધારવા બદલ કેળવણી મંડળના પ્રમુખ તખતસિંહજી હડિયોલ, મંત્રી અમૃતભાઈ દેસાઈ, આચાર્ય ડૉ. નરેશભાઈ પટેલ તેમજ સમગ્ર સ્ટાફ અને કોલેજ પરિવારે પૂજાને ઉત્તરોત્તર પ્રગતિ માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores