સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામે ત્રણ દિવસ પહેલા બપોરના સમયે પાર્સલ બ્લાસ્ટ થયો હતો જેમાં પકડાયેલા શખ્સની આજે મોડી સાંજે વડાલી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
પ્રાપ્ત વિગત અનુસાર વડાલીના વેડાછાવણી ગામે ત્રણ દિવસ પહેલા બપોરના સમયે જીતુભાઈ વણજારાના ઘરમાં પાર્સલ બ્લાસ્ટ થયો હતો જેમાં પિતા પુત્રી બંનેના કરુણ મોત નિપજ્યા હતા બે ઇજાગ્રસ્ત કિશોરીઓ હાલ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે વડાલી પોલીસે સહિત વિવિધ એજન્સીઓ ઘટનાને લઈને તપાસ માટે આવી હતી ત્યારે બ્લાસ્ટમાં ઝડપાયેલા જયંતીભાઈ બાલાભાઈ વણઝારા ને પોલીસે ઝડપી પાડયો હતો
ત્યારબાદ શનિવારે મોડી સાંજે જયંતી વણઝારા ની વડાલી કોર્ટમાં રજૂ કર્યો હતો અને 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેને લઇને કોર્ટે તારીખ 10/ 05 /24 સુધીના દિન 6 ના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે હવે રાજસ્થાનમાંથી જીલેટીન સ્ટીક અને ડીડોનેટર કોના પાસેથી લાવ્યો હતો તે રિમાન્ડ દરમિયાન બહાર આવશે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


