Monday, December 30, 2024

ઇડરના કિશોરગઢના કર્મયોગી સઇદાબહેને જાન્યુઆરી ૨૦૨૪ થી આજ દિન સુધી ૪૧ બહેનોની સલામત પ્રસુતિ કરાવી

ઇડરના કિશોરગઢના કર્મયોગી સઇદાબહેને જાન્યુઆરી ૨૦૨૪ થી આજ દિન સુધી ૪૧ બહેનોની સલામત પ્રસુતિ કરાવી

 

 

 

સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોર કિશોરીઓ, વડીલો અને વૃધ્ધોને આરોગ્યની સેવાઓ પૂરી પાડી ખંત અને મહેનતથી કરી રહ્યા છે કાર્ય

 

ગ્રામ્યકક્ષાએ આરોગ્યના રક્ષક, ઘર-ઘરના આરોગ્યના સાથી અને સગર્ભા-ધાત્રી માતાની સખી એટલે આશાબહેન. આ વાત છે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કિશોરગઢના આશા કાર્યકરશ્રી સઇદાબહેનની. તેઓ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને માતૃબાળ કલ્યાણ કાર્યક્રમની વિવિધ સેવાઓને તેમના વિસ્તારમાં અવિરતપણે પહોંચાડવાના લક્ષ્ય સાથે ખંત અને મહેનતથી કાર્ય કરી રહ્યા છે. આ બહેનશ્રીએ સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોર કિશોરીઓ, વડીલો અને વૃધ્ધોને આરોગ્યની સેવાઓ પૂરી પાડી અનેરી લોક ચાહના પ્રાપ્ત કરી છે.

ગામની આસપાસના ખેતર ઉપર અન્ય રાજ્ય કે જિલ્લાના આવેલા શ્રમજીવી પરિવારોને તેઓ ખાસ અગ્રીમતા આપી કાળજીપૂર્વક આરોગ્યની વિવિધ સેવાઓ નિયમિતપણે પૂરી પાડે છે. તેઓશ્રીએ સગર્ભા માતાને પ્રસુતિ સમયની સેવા માટે ઘરનું કામ પડતું મૂકી કિશોર ગઢથી ઈડર, હિંમતનગર અને જરૂર પડે અમદાવાદ સુધી પરિવારના સદસ્યની જેમ સાથે રહી જરૂરી આરોગ્ય સેવાઓ અપાવે છે. જાન્યુઆરી ૨૪ થી આજ દિન સુધીમાં તેઓશ્રીએ ૪૧ સગર્ભા બહેનોને સાથે રહી સલામત પ્રસુતિની સેવાઓ અપાવી છે. બહેનના વિસ્તારમાં માતૃબાળ કલ્યાણની અવિરત સેવાઓને કારણે કિશોરગઢ ગામમાં એક પણ માતા મરણ થયેલ નથી. જે તેમના કર્મયોગીની અનેરી ખુશ્બુ છે.તેઓશ્રીએ ટીબી, મેલેરીયા, રસીકરણ, કુટુંબ કલ્યાણ જેવા વિવિધ કાર્યક્રમમાં આપેલી સેવાઓથી સાચા અર્થમાં આરોગ્યના આશા બહેન સાબિત થયા છે

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores