Wednesday, October 23, 2024

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુના નો ભેદ ઉકેલિ મુદ્દા માલ સાથે ચોર ને ઝડપી પાડ્યો

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુના નો ભેદ ઉકેલિ મુદ્દા માલ સાથે ચોર ને ઝડપી પાડ્યો

 

નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા સ્મિત ગોહિલ સાહેબ ના હોય એ સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીઓના ગુના અટકાવવા માટે તથા શોધી કાઢવા માટે સૂચના આપી હતી તે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ કે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર ટી ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત વોચ રાખતા અને કાર્યરત રહેતા હતા

 

તારીખ 20-10-2024 ના રોજ દિવાળીના તહેવાર નિમિત્તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જવાનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધરમવીરસિંહ દિલીપસિંહને ખાનગી બાતમી મળી કે એક ઈસમ જેને જાંબલી રંગની અડધી બાય ની ટીશર્ટ તેમજ બ્લુ રંગનું જીન્સ પહેલું છે અને ચોરીનું મોટરસાયકલ લઈને મહેતાપુરા ઘોડા ફાર્મમાં ઉભો છે જે બાતમી આધારે ઘોડા ફાર્મમાં જતા ઈસમ જોવા મળતા તેને પકડી પાડી નામ સરનામું પૂછતા પોતાનું નામ ઇરફાન સિદ્દીકભાઈ મહમદભાઈ મેવાતી ઉંમર વર્ષ 32 રહે 11 રામ રહીમ નો ટેકરો અયુબ કિરાણા સ્ટોર ની પાસે બહેરામપુરા અમદાવાદ શહેરનો જણાવતા હોય તેની પાસેથી મોટરસાયકલ જોતા બજાજ કંપનીનું ડિસ્કવર હતું જેની આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર જોતા GJ 09 AQ 0986 નો લખેલ છે જેનો એન્જિન નંબર JBUBTC 72421 તથા ચેચીસ નંબર MD2DSPAZZ TPC87178 છે જે આધારિત તપાસ કરી પોકેટ કોર્ટમાં સર્ચ કરતા મોટરસાયકલ બાબતે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી બજાજ કંપનીનું ડિસ્કવર મોટરસાયકલ રજી ન GJ 09 AQ 0986 ની કિંમત 15,000 ગણી તપાસ કરી કબજે લઈ ગુનાના આરોપી વિરુદ્ધ કાર્યસરની કાર્યવાહી કરવામાં આવી આમ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલિ ચોર ઈસમને મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં હિંમતનગર બી ડિવિઝન પોલીસની સફળતા મળી

 

કામગીરી કરનાર અધિકારી કર્મચારી..

 

આર ટી ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર

વિક્રમસિંહ રૂમાલસિંહ

જીગ્નેશકુમાર સુરેશભાઈ

હરપાલસિંહ જશવંતસિંહ

ધરમવીર સિંહ દિલીપસિંહ

હિતેશકુમાર રમણભાઈ

નિકુલસિંહ મહેન્દ્રસિંહ

કીર્તિરાજ સિંહ કિરીટસિંહ

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores