નલીયા માંડવી ગામે ખુન કરી મૃતદેહની દફનવિધિ કરેલ બનાવમાં આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડતી નવાબંદર મરીન પોલીસ
ગઇ તા.૨૧/૦૪/૨૦૨૫ ના રોજ નવાબંદર મરીન પો.સ્ટે.ના નલીયા માંડવી ગામે મુસ્લીમ સમાજના કબ્રસ્તાનમા બપોરના બારેક વાગ્યાના સમયે ગામના જ હનીફ જમાલ શેખના મૃતદેહની દફનવિધિ કરવામાં આવેલ અને તેની મૈયતની વિધિ ગામમા ચાલુ હતી તે દરમ્યાન મૃત જાહેર થયેલ હનીફનો નાનો ભાઈ ઇબ્રાહીમ જમાલભાઇ શેખ તથા તેના કાકા રહેમાનભાઇ તથા હનીફ ગનીભાઈ સુમરાનાઓ નવાબંદર મરીન પો.સ્ટે. આવેલ અને ઇબ્રાહીમભાઇએ જણાવેલ કે, તેનો મોટોભાઇ હનીફ કારણ વગર ઘરમાં ગાળો આપી કજીયો કંકાસ કરતો હોય ગઇ તા.૨૦/૦૪/૨૦૨૫ ના સાંજના સાડા સાતેક વાગ્યે તેમના ઘરના સભ્યો હાજર હતા તે દરમ્યાન આ મોટોભાઇ હનીફ જુના ઘરે આવેલ અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ જેથી તેને સમજાવી જુના ઘરે સુવડાવી દીધેલ અને કુટુંબના બીજા સભ્યો પોતાના નવા મકાને સુવા જતા રહેલ બાદમા તા.૨૧/૦૪/૨૦૨૫ ના સવારના સાડા આઠેક વાગ્યે જુના ઘરે મકાનની બહાર તેનો ભાઇ જાવીદ ઉભો હોય અને મકાનની અંદર હનીફ પડેલ હોય જાવીદને પુછતા કહેલ કે, હનીફ કુહાડી લઇને માથાકુટ કરવા સવારમા આઠ વાગ્યે આવેલ અને તેની સાથે ઝપાઝપી થયેલ તે દરમ્યાન હનીફ પડી જતા તેના હાથમા કુહાડી હોય જે ગરદનના ભાગે વાગી જતા સગા સબંધીઓ દ્વારા દવાખાને લઇ જતા હતા. તે દરમ્યાન દેલવાડા ચોકડીએ પહોચતા હનીફ મરણ ગયેલ જેથી ત્યાંથી ઘરે આવીને સગા સબંધી તથા ગામના લોકોને હનીફભાઇની દફનવિધિ કબ્રસ્તાનમાં કરેલ બાદમા તેના ભાઇ જાવીદે વાત કરેલ કે, નવા મકાનેથી સવારે તે ઘરે આવેલ ત્યારે હનીફ કુહાડી સાથે આવી બોલાચાલી કરી ઝગડો કરવા લાગેલ તે દરમ્યાન હનીફ તેને કુહાડીથી મારવા જતા તેના હાથમાંથી કુહાડી જટી લઇ તેણે હનીફના માથાના પાછળના ભાગે મારી દેતા હનીફ નીચે પડી ગયેલ પોતે ગભરાય ગયેલ હોવાથી સવારમાં ખોટી વાત કરેલ તે મુજબ નવાબંદર મરીન પો.સ્ટે માં બી.એન.એસ. કલમ – ૧૦૩(૧), તથા જી.પી.એકટ – ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના


