Friday, June 14, 2024

બોટાદ જિલ્લા કક્ષાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો

 

બોટાદ જિલ્લા કક્ષાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો

 

**રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-બોટાદ** દ્વારા આયોજિત અને એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને સાચવતુ સાધના ક્ષેત્ર અને બોટાદ જિલ્લાનુ રમણિય અને પ્રકૃતિમય સ્થળ શ્રી નવહથ્થા હનુમાનજી મહારાજના પાવન પરિસરમાં *અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બોટાદ* દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આશીર્વાદ આપે પ્રેરક વક્તા તરીકે જગ્યાના મહંત શ્રી નિર્મળાનંદબાપુ, તથા બીજા વક્તા તરીકે બોટાદ -ગઢડા તાલુકાનાં પૂર્ણ સેવાકાલિન પ્રચારકશ્રી સંકેતભાઈ,બોટાદ જિલ્લા અધ્યક્ષ જનકભાઈ , કિરણભાઈ, બીપીનભાઈ તેમજ ચારેય તાલુકા અને નગરપાલિકા ના અધ્યક્ષશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તથા સંગઠનની વિચારધારા સાથે જોડાયેલ તમામ શિક્ષકગણની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી, એક નિરામય વાતાવરણમાં શરુ થયેલાં આ શ્રેષ્ઠ કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટય સાથે કરવામાં આવી, શાબ્દિક આવકાર અને પ્રાસંગિક રુપરેખા શ્રી જનકભાઈ દ્વારા રજુ કરવામાં આવી.. મંચસ્થ મહાનુભાવનુ સુંદર સન્માન કરવામાં આવ્યું…ત્યારબાદ શ્રી સંકેતભાઈ પોતાની વાત રમત દ્વારા પોતાના પ્રેરક વકતવ્યની શરૂઆત કરી વિષય અનુરુપ ઉત્તમ વાતો મુકી અને ત્યારબાદ આ જગ્યાનાં મહંતશ્રી નિર્મળાનંદબાપુ દ્વારા તેમના આશીર્વાદ અને સરળ સહજ વાણી સાંભળવાનો દિવ્ય લ્હાવો મળ્યો.‌‌..કાર્યક્રમનું સમાપન રાણપુર તાલુકાના અધ્યક્ષ શ્રી કેશુભાઈ જોગરાણા દ્વારા કરવામાં આવ્યું.. આ સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન બરવાળા તાલુકા અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું.                                 કનુભાઈ ખાચર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores