>
Friday, April 10, 2026

વડાલીના મેધ છાવણીમાં પત્ની રિસાઈને જતી રહેતા પતિએ આપઘાત કરી લીધો

વડાલીના મેધ છાવણીમાં પત્ની રિસાઈને જતી રહેતા પતિએ આપઘાત કરી લીધો

 

વડાલી તાલુકાના 28 વર્ષીય યુવકની પત્ની રિસાઈને પિયર જતી રહેતા શુક્રવારે સાંજે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી બે દિવસમાં નજીકમાં સર્જાયેલ બે કમ નસીબ ઘટનાઓને લઈ વણઝારા સમાજમાં માતમ છવાયો હતો વડાલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજે મેધ ગામના વણઝારા તરુણ લક્ષ્મણભાઈ સાંજના સુમારે પોતાના ઘરમાં જ ધાબાના હુકમાં ઓઢણી બાંધીને ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું મૃતક ના પિતા લક્ષ્મણભાઈ વણઝારા એ પોલીસને જણાવ્યા અનુસાર તરુણની પત્ની સંગીતા સાથે બોલાચાલી થયા બાદ લાગી આવતા પિયર જતી રહી હતી અને આ દરમિયાન તરુણે જીવન ટૂંકાવી લીધું હતું

મૃતક ના પિતાએ ઘટનાની જાણ કર્યા બાદ વડાલી પોલીસે એડી નોંધી લાશને વધુ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores