વડાલી તાલુકાના નવા ચામુ ગામમાં ચાંદીપુરા વાયરસ નો શંકાસ્પદ કેસ જણાતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો
વડાલી તાલુકાના નવાચામુ ગામે એક શ્રમિક પરિવારની નાની બાળકી છેલ્લા બે ચાર દિવસથી બીમાર હોઈ શંકાસ્પદ ચાંદીપૂરા વાઈરસના લક્ષણોના પગલે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોના ધાડે ધાડા ઉતરી આવ્યાં હતા અને આખા ગામમાં સર્વે હાથ ધરી આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપૂરા વાઈરસના કારણે ૪ બાળકોના મોતને પગલે જિલ્લા ભરની આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી છે અને બે બાળકોના સેમ્પલ લઈ પુણે લેબમાં મોકલવામાં આવ્યાં છે ત્યારે ગત તા.14 જુલાઈના રોજ વડાલી તાલુકાના નવાચામુ ગામે વહેલી સવારથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોના સ્ટાફ ઉતરી આવ્યાં હતા જેમાં ગામની અંદર એક આદિવાસી શ્રમિક પોતાના પરિવાર સાથે છેલ્લા ઘણાં વર્ષોથી અહી રહી ખેત મજૂરી કરી પરિવારનું જીવન નિર્વાહ કરે છે ત્યારે બે દિવસ અગાઉ શ્રમીક પરિવારની નાની વયની બાળકી તાવ આવી બીમાર પડી હતી જેને ઈડરની એક ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી અને બાળકીનો પરીવાર સારવાર કરાવી પોતાના ઘરે લઈ ગયો હતો ત્યારે અહી બીમાર બાળકીમાં શંકાસ્પદ ચાંદીપૂરા વાયરસ ના લક્ષણો જણાતા વહેલી સવારથી આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા આખા ગામની અંદર તેમજ સીમાડામાં ખેતરોમાં આવેલ કાચા પાકા મકાનોમાં જ્યાં તિરાડો જોવા મળતી હોય ત્યાં દવા પાવડર નો છંટકાવ કરી 160 જેટલા ઘરોમાં સર્વે હાથ ધરી સેમ્પલ લેવાની કામગિરી હાથ ધરવામાં આવી છે અને બીમાર બાળકીને ઓબ્ઝર્વેશન માટે હિમતનગર સીવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે
નવાચામુ ગામે શ્રમિક પરિવારની બાળકીને શંકાસ્પદ ચાંદીપૂરા વાયરસના લક્ષણો જણાતા ઓબ્ઝર્વેશન અર્થ હિમતનગર સીવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી.
તાવ આવ્યા બાદ શ્રમિક પરિવાર પોતાની બાળકીને ઈડરની ખાનગી હોસ્પીટલમાં સારવાર કરાવી ઘરે પરત લાવ્યો હતો જ્યાં બાળકીની તબિયત નરમ જણાતા સારવાર અર્થે હિમતનગર સીવિલ હોસ્પીટલ ખસેડવામાં આવી.
ચાંદીપુરા કહેર ના પગલે જિલ્લા આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો કામે લાગી છે નવાચામુ ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ ખેતરો પર બનાવવામાં આવેલ કાચા મકાનોમાં પડેલ તિરાડો માંથી સેમ્પલો લઈ કામગીરી હાથ ધરવામાં આવી.
આ બાબતે વડાલી આરોગ્ય વિભાગ THO ગઢવી દ્રારા જણાવાયું કે હાલમા તાલુકાના નવાચામુ ગામે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે બાળકી બિમાર હતી તે નોર્મલ છે અને હાલમાં બાળકીને હિમતનગર સીવિલ હોસ્પીટલ ખાતે ઓબ્ઝર્વેશન માટે મોકલવામાં આવી છે તેમ જણાવ્યું હતુ.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891