છાપીમાં દૂધમાં પામ ઓઇલ ભેળવીને નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ.
પાલનપુર ફૂડ વિભાગે રેડ કરી છાપીમાં આવેલી જીઆઇડીસી માંથી નકલી પનીરની ફેક્ટરી ઝડપી હતી. ફુડ વિભાગે બાદમીના આધારે તપાસ કરતાં દૂધની અંદર ફેટ વધારવા પામોલીન તેલનો ઉપયોગ કરાયેલો હતો
દૂધ ફાટવા માટે નોંન ફૂડ ગ્રેટ એસિડિક એસિડ કેમિકલ નો ઉપયોગ થતો હોવાનો તપાસમાં સામે આવ્યું હતું. ફૂડ વિભાગે પનીર અને પામોલીન તેલનો જથ્થો જપ કરી સેમ્પલ લેબમાં મોકલ્યા છે. અધિકારી જણાવ્યું કે છાપીની જીઆઇડીસીમાં આવેલી આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢીમાં સંયુક્ત રેડ કરવામાં આવી હતી પેઢીના માલિક કરોડીયા ઉંમર ફરાક અબ્દુલ રહેમાન પાસે કોઈ પણ પ્રકારના માન્ય લાયસન્સ વગર નકલી પનીર નું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું હતું. ફુડ એન્ડ રોક્સ વિભાગ દ્વારા કુલ 1,94,418 નો 915 કિલોગ્રામ જથ્થો સીઝ કરાયો છે.







Total Users : 145600
Views Today : 