>
Saturday, May 17, 2025

મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ કોડીનાર દ્વારા દુદાણા મુકામે જિલ્લા કક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા નું આયોજન

મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ કોડીનાર દ્વારા દુદાણા મુકામે જિલ્લા કક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા નું આયોજન

 

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા ભાઈઓ તેમજ મહિલાઓના તમામ ગ્રુપની સ્પર્ધાનું જિલ્લા કન્વીનર મ્યુ. ગર્લ્સ હાઈસ્કૂલ,કોડીનાર શાળાના રણજીતસિંહ રાઠોડ અને જે. જે.જાદવ સાહેબ દ્વારા દુદાણા માધ્યમિક શાળાના મેદાન ઉપર આયોજન કરવામાં આવેલ. જેમાં મહેમાનશ્રી ગામના મહિલા સરપંચ દેવીબેન રાઠોડ, કોડીનાર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ શીવાભાઈ સોલંકી, કોડીનાર તાલુકા શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ પરમાર,કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ બારડ,તાલુકા ભાજપ મહામંત્રી મિલીનભાઈ જાદવ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી માંથી વિજયભાઈ મોરી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા,તાલુકા પંચાયતના સભ્ય રણજિતભાઈ રાઠોડ, માધ્યમિક શાળા દુદાણાના પ્રિન્સિપાલ રઘુભાઇ રાઠોડ, મ્યુ.ગર્લ્સ હાઈસ્કૂલ કોડીનારના પ્રિન્સિપાલ નિમુબેન ચાવડા, દુદાણા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મેરૂભાઇ રાઠોડ, બંને શાળા નો સમગ્ર સ્ટાફ,તાલુકા કન્વીનર દિનેશભાઇ રાઠોડ, પંચ, રેફરી અને ગામના વડીલો યુવાનો ઉત્સાહ ભેર સાથ આપી સ્પર્ધા ને સફળ બનાવેલ.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores